Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > TikTokને વધુ એક ફટકો, CEO કેવિન મેયરે છોડી કંપની

TikTokને વધુ એક ફટકો, CEO કેવિન મેયરે છોડી કંપની

0
139

વૉશિંગ્ટન: ચીનની શૉર્ટ વીડિયો મેકિંગ એપ TikTokની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. ભારત બાદ અમેરિકામાં પણ TikTok એપ પર રોક લાગવાના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે કંપનીને વધુ એક ફટકો પડ્યો છે. TikTokના CEO કેવિન મેયરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

કેવિન મેયરે તાજેતરમાં ત ચીની વીડિયો શેરિંગ એપ TikTokના CEOનું કામકાજ સંભાળ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, કેવિને કર્મચારીઓને મોકલેલા ઈ-મેઈલમાં કહ્યું છે કે, હું તમને સૌને દુ:ખ સાથે કહેવા માંગુ છું કે, મેં કંપની છોડવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કેવિન મેયરે વૉલ્ટ ડિઝની (Walt Disney) કંપનીના ટૉપ એક્ઝીક્યૂટિવનું પદ છોડીને TikTokના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર (CEO)નું પદ સંભાળ્યું હતું.

આ પણ વાંચો: India-China Tension: વિદેશ મંત્રીએ સ્વીકાર્યું- ‘LAC પર 1962 બાદ સૌથી ગંભીર સ્થિતિ’

CEO કેવિનના રાજીનામું આપવા પાછળ ક્યું કારણ?
કેવિન મેયરે TikTok કંપની છોડવાનો નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સતત TikTokની પેરેન્ટ કંપનીને બેન કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, ટ્રમ્પ ઓથોરિટીના એક નિર્ણયમાં 45 દિવસોની અંદર બાઈટડાન્સ (ByteDance) કંપનીની આર્થિક લેવડ-દેવડ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આદેશમાં અમેરિકન રાષ્ટ્રપતિએ બાઈટડાન્સને 90 દિવસોની અંદર અમેરિકન ઓપરેશનને વેચવાનો આદેશ આપ્યો હતો. આ તમામ ખેંચતાણને કેવિન મેયરના TikTok છોડવા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે.