Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનને ફટકો, અમેરિકામાં 45 દિવસ સુધી TikTok પર રોકનો આદેશ

ચીનને ફટકો, અમેરિકામાં 45 દિવસ સુધી TikTok પર રોકનો આદેશ

0
100

વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકામાં TikTok પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપ્યાના એક અઠવાડિયા બાદ ચીનને મોટો ફટકો આપ્યો છે. ટ્રમ્પે ચાઈનીઝ એપ્સ (Chinese Apps) ટિકટોકની મૂળ કંપની બાઈટડાન્સ વિરુદ્ધ એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં છે. જે મુજબ અમિરેકાએ ચીની સોશિયલ મીડિયા એપ ટિકટૉક ઉપર 45 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

આ સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, TikTok ચલાવનારી ચાઈનીઝ કંપની બાઈટડાન્સ 45 દિવસ પહેલા જ વેચી મારશે, તો પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે TikTok ચલાવનારી ચીનની કંપની બાઈટડાન્સને એક એક્ઝીક્યૂટિવ ઓર્ડરમાં કહ્યું છે કે, તે TikTokને વેચી દે, નહીં તો 45 દિવસો માટે તેના પર પ્રતિબંધ યથાવત રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 1034 નવા કેસ, કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 67 હજારને પાર

ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે, TikTok ઓટોમેટિકલી યુઝર્સની જાણકારી જમા કરે છે. જેમાં ઈન્ટરનેટ અને અન્ય નેટવર્કની જાણકારીઓ પણ સામેલ હોય છે. જેમ કે, લોકેશન ડેટા, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, સર્ચ હિસ્ટ્રી વગેરે..

આ ડેટાને એકઠા કરીને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી અમેરિકન લોકોને ધમકાવી શકે છે. તેને દુરુપયોગ કરી શકે છે. આ સાથે ચીન આપણા ફેડરલ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના લૉકેશન જાણી શકે છે, જેનો તે ગેરલાભ ઉઠાવી શકે છે.

ચીન આ સોશિયલ મીડિયા એપ મારફતે જમા કરેલા પર્સનલ ડેટાથી અમેરિકાના કોઈ પણ નાગરિક, મોટા અધિકારીને બ્લેકમેલ કરી શકે છે.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, TikTok દરેક એવા કન્ટેન્ટ વિરુદ્ધ છે, જેનો વિરોધ ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી પોતાનો રાજકીય લાભ ખાટવા માટે કરે છે. આથી થઈ શકે છે કે, TikTok કોઈ જાણકારીનો ગેરલાભ ઉઠાવીને કૉમ્યુનિસ્ટ પાર્ટીને મદદ પહોંચાડે.

આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ચીનની કંપની બાઈટડાન્સ જો TikTokને અમેરિકામાં કોઈ કંપનીને વેચી શકે છે, તો આ પ્રતિબંધ હટાવાઈ શકે છે. જો બાઈટ ડાન્સ મેનેજમેન્ટને પોતાની કંપની કે તેની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓને વેચવાનું મન છે, તો તેઓ આદેશના સેક્શન 1 (C) અંતર્હત અમેરિકાના સેક્રેરટરી ઓફ કૉમર્સને મળે.