Gujarat Exclusive > The Exclusive > ‘અહીં TikTok પર પ્રતિબંધ‘…ગોલ્ડન ટેમ્પલમાં ઠેર-ઠેર લગાવાઈ નોટિસ

‘અહીં TikTok પર પ્રતિબંધ‘…ગોલ્ડન ટેમ્પલમાં ઠેર-ઠેર લગાવાઈ નોટિસ

0
247

અમૃતસર: પંજાબના અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલમાં TikTok વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદેસરની નોટિસો લગાવવામાં આવી છે. શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટી (SGPC)એ શ્રીહરમંદિર સાહિબ (Golden Temple) પરિસરની અંદર નોટિસ ચોટાડી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અહીં TikTok પર પ્રતિબંધ છે.

આ અંગે શ્રી હરમંદિર સાહિબના મેનેજર જસવિંદર સિંહે જણાવ્યું કે, અમે અહીં આવનારા શ્રદ્ધાળુઓને અપીલ કરીએ છીએ કે, તેઓ આવી કોઈ ગતિવિધિઓથી દૂર રહે, કારણ કે આ એક પૂજાનું સ્થળ છે. શ્રીઅકાલ તખ્ત સાહિબે કાલે જણાવ્યું હતું કે, જો લોકો અહીં વીડિયો બનાવવાનું બંધ નહી કરે, તો અમારે SGPC પાસે ગુરૂદ્વારા પરિસરમાં મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે, ગોલ્ડન ટેમ્પલની અંદર ત્રણ યુવતીઓ દ્વારા એક પંજાબી ગીતની પૃષ્ઠભૂમિ સાથે શૂટ કરવામાં આવેલા એક TikTok વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ યુવતીઓને શોધી કાઢવા માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયમાં આ પ્રકારની આ બીજી ઘટના છે.

Ind Vs NZ 2nd ODI: ભારતનો 22 રને પરાજય, કિવિ ટીમનો 2-0થી શ્રેણી પર કબ્જો