Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડતાલધામ દ્વારા કોરોના દર્દીઓ અને હોમ ક્વોરન્ટાઈનમાં રહેલા લોકો માટે ઘરે બેઠા ટિફિન સેવા શરૂ

વડતાલધામ દ્વારા કોરોના દર્દીઓ અને હોમ ક્વોરન્ટાઈનમાં રહેલા લોકો માટે ઘરે બેઠા ટિફિન સેવા શરૂ

0
30

વડતાલ: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ કોરોના સંક્રામણના કારણે અનેક પરિવારો કોવિડ-19ની ઝપટમાં આવી ગયેલ છે. આવા પરિવારોને જમવાની પડતી તકલીફને દૂર કરવા વડતાલ સ્વામીનારાયણ મંદિર આગળ આવ્યું છે.

આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડૉ સંત વલ્લભદાસજીએ જણાવ્યું કે, વડતાલ ધામ દ્વારા તથા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આર્શિવાદ સાથે કોવિડ 19ના દર્દીઓ, હોમ કોરોન્ટાઇન એવમ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે તેમના નિવાસસ્થાને ટિફિન સેવા (ભોજન પ્રસાદનો) પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેમને જરૂર હોય તેઓએ સવારે 8 વાગ્યા પહેલા અને બપોરે 3 વાગ્યા પહેલા પ્રીતેશભાઇ પટેલ- 7984048643, મનીષભાઇ પટેલ 9429840061 તથા વિશાલભાઇ 8000784924 ઉપર પોતાનું પુરૂ નામ સરનામા સહિતની વિગતો જણાવવાની રહેશે.

આ લોકોએ કોરોના પોઝિટીવ રિપોર્ટ કે રિપોર્ટ ના આવ્યો હોય તો ડોક્ટરી રિપોર્ટ કે કરાવેલ ટેસ્ટના બિલ સાથે આધારકાર્ડ તથા ટિફિનની જરૂરીયાત માટેના વ્યક્તિઓની સંખ્યાની જાણ કરવાની રહેશે. આ સેવાનો લાભ આણંદ-વિદ્યાનગર-બાકરોલ-કરમસદ-નડિયાદ તથા નજીકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સુધી મળશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat