Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા સુરતમાં ભાજપે પાડ્યું ગાબડૂ, 5 કોર્પોરેટરની થઇ BJPમાં એન્ટ્રી

આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા સુરતમાં ભાજપે પાડ્યું ગાબડૂ, 5 કોર્પોરેટરની થઇ BJPમાં એન્ટ્રી

0
5

સુરતઃ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનારી છે. ત્યારે દરેક પાર્ટીઓ અત્યારથી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત પાક્કી કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. ત્યારે સુરતમાં રાજકિય દુનિયામાં ભૂકંપ આવ્યો છે. આમ આદમીનો ગઢ ગણાતા સુરતમાં જ ગાબડું પડ્યું હતું.

આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને આજે શુક્રવારે કેસરીયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યા હતા. અને તેમામ કોર્પોરેટરોને ભાજપમાં વિધિવત આવકાર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat