Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

રાજકોટમાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

0
61

રાજકોટમાં ગત મોડી રાત્રે બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યકિતઓના કરુણ મોત થયા છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પીએમ મોટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના મુંજકા ગામે રહેતા હર્ષિત રામાણી તેમની મોટરસાઈકલ લઈને કાલાવડ રોડ જઈ રહ્યા હતા. તે જ સમયે જામનગરના રહેવાસી રણછોડ વાઘેલા અને તેના મામાનો દીકરો કરસન સોલંકી સામેથી બાઈક લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન બંનેના બાઈક દેવડા ગામના પાટિયા પાસે સામસામે અથડયા હતા. બંને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળ પર મોત નીપજ્યાં હતા.

આ સમગ્ર બનાવની જાણ પોલીસને કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રો પાસેથઈ મળતી માહિતી પ્રમાણે, ભોગ બનનાર હર્ષિત અને રણઠોડ તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા. જ્યારે કરસન બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેમજ રણછોડ મજૂરીકામ કરતો હતો. પોલીસ તપાસમાં હર્ષિતનું બાઈક રોંગ સાઈડમાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat