Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગોંડલ : ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, ત્રણ લોકો જીવતા સળગી ગયા

ગોંડલ : ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, ત્રણ લોકો જીવતા સળગી ગયા

0
135

ગોંડલના બિલિયાળા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે શુક્રવારે રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને કાર ધડાકાભેર અથડાતા બંન્ને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેથી કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓ જીવતા સળગી જતાં તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ગોંડલ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇને વધુ તપાસ હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતમાં મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે, શુક્રવારે રાત્રે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. જેથી બંને સાધનોમાં આગ લાગી ગઈ હતી. આગે થોડા જ સમયમાં રૂદ્ધ સ્વરૂપ ધારણ કરી લેતા વાહનો ભસ્મીભૂત થઇ ગયા. કારમાં બેઠેલા ત્રણ લોકો કારની અંદર જ બળીને ભડથું થઇ ગયા હતા. જ્યારે ટ્રકમાં બેઠેલા ડ્રાઇવર નીચે ઉતરવામાં સફળ રહ્યાં હતા.

ધડાકાભેર થયેલા અકસ્માતના અવાજથી આસપાસનાં લોકો દોડી આવ્યાં હતા. જેમને ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. કારમાં ભડથું થનારા ત્રણ લોકોની હજું સુધી ઓળખાણ થઈ શકી નથી. હાલમાં પોલીસ અને એફએલએલની ટીમ આ અંગે તપાસ કરી રહી છે.