Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રામોલ પોલીસે 3.20 લાખની નકલી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી

રામોલ પોલીસે 3.20 લાખની નકલી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી

0
49

રામોલ પોલીસે 3 લાખથી વધારે નકલી મોટો સાથે તમિલનાડુના બે યુવક અને અમદાવાદની એક યુવતીને ઝડપી પાડયા છે. આ આરોપીઓ આગામી સમયમાં તહેવાર હોવાના કારણે અમદાવાદના બજારોમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, રામોલ પોલીસને ગતરોજ બાતમી મળી હતી કે કેટલાક લોકો અમદાવાદમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રામોલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે યુવકો અને એક યુવતી પાસે એક શંકાસ્પદ થેલો મળી આવતા તેમની તપાસ હાથ ધરવામાં આવી અને તેમાંથી 2000ના દરની 3.20 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.

આ કેસમાં પોલીસે અમદાવાદના વિકાસ વનિકર, અલકા જોશી અને મિતેષ વાઘેલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ આ નકલી નોટો તમિલનાડુના સેલમથી મંગાવે છે અને ભારતીય બજારમાં ફરતી કરે છે. શંકા ન જાય તે માટે તેઓ યુવતીઓને સાથે રાખે છે અને તેમના પાસે પણ આ નકલી નોટો બજારમાં ફરતી કરે છે. ઝડપાયેલી યુવતીઓ આ નકલી નોટોના વ્યવસાયમાં ઘણા સમયથી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat