Gujarat Exclusive > દેશ-વિદેશ > વધુ ત્રણ રાફેલની ભારતીય વાયુસેનામાં એન્ટ્રી, હવે ભારત પાસે 24 રાફેલ વિમાન

વધુ ત્રણ રાફેલની ભારતીય વાયુસેનામાં એન્ટ્રી, હવે ભારત પાસે 24 રાફેલ વિમાન

0
41

રાફેલ યુદ્ધ વિમાનોની સાતમી ખેપમાં વધુ ત્રણ વિમાન ફ્રાંસથી લગભગ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. આ વિમાનોને ભારતીય વાયુસેનાની રાફેલ વિમાનોની બીજી સ્કવોડ્રનમાં સામેલ કરવામાં આવ્યા છે. ફ્રાંસથી આવેલા આ વિમાનોને હવાઇ માર્ગમાં સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ ઇંધણ ઉપલબ્ધ કરાવ્યું.

આ અંગે ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યુ કે ફ્રાંસના ઇસ્ત્રેસ એયર બેઝથી ઉડીને ક્યાંય રોકાયા વગર ત્રણે રાફેલ વિમાનો થોડા સમય પહેલા ભારત પહોંચ્યા છે. હવાઇ માર્ગમાં વચ્ચે મદદ કરવા માટે ભારતીય વાયુસેના યુએઇની વાયુસેનાને ધન્યવાદ આપે છે.

આ ખેપ આવ્યા બાદ હવે ભારત પાસે 24 રાફેલ વિમાન થયા છે. રાફેલ જેટની નવી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એર બેઝ પર તહેનાત થશે. પહેલી રાફેલ સ્કવોડન અંબાલા વાયુસેના સ્ટેશન પર સ્થિત છે. એક સ્કવોડનમાં 18 વિમાન હોય છે.

ભારતે 36 રાફેલ વિમાન ખરીદવા માટે 2016માં ફ્રાંસ સાથે કરાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઇ 2020ના રોજ ભારત પહોંચ્યો હતો. જેના લગભગ ચાર વર્ષ પહેલા ફ્રાંસથી 59,000 કરોડ રુપિયામાં 36 રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વિમાનોને ગયા વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે અંબાલામાં એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના માટે રાફેલ વિમાન ગેમચેન્જર ગણાવામાં આવે છે. કારણ કે તેમના આવવાથી ભારતીય સેનાની શક્તિમાં ઘણો વધારો થયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat