ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિની નંદિની ઠક્કરના જીવનમાં ત્યારે મોટા ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે ત્રણ મહિના પહેલા પિતાએ અચાનક પરિવારને છોડીને પ્રભુના ધામમાં પહોંચ્યા.
નંદિની જણાવે છે, ધોરણ 10 મારા જીવનનું મહત્વનું વર્ષ હતું. પિતાના અચાનક અવસાનથી મારા પરિવાર પર આભ ફાટી પડ્યું. એકબાજુ બોર્ડની પરીક્ષા અને બીજી તરફ પિતાના અવસાનથી પરિવાર વેરવિખેર થઈ ગયો. મારી મમ્મી માટે હું જ હવે સર્વસ્વ છું અને અમે એકબીજાનો સહારો આપીએ છીએ. જે હાથે મેં પિતાને અગ્નિદાહ આપ્યો આજે એ જ હાથે બોર્ડની પરીક્ષા આપી રહી છું. મારે 80 ટકા માર્ક સાથે સારું પરિણામ લાવવાનું લક્ષ્ય છે. પિતાના અવસાનને લઈને સ્કૂલ અને ટ્યુશન ક્લાસિસમાંથી ફી માફ કરી અને તેનાથી ઘણી રાહત મળી.
માતા પારુલબહેન જણાવે છે કે, હું રસોઈ બનાવવા લોકોના ઘરે જાઉં છું. નંદિનીના પિતા કહેતા કે કંઈ રાતોરાત સારું પરિણામ આવી જતું નથી. અથાગ પરિશ્રમની જરુર પડે છે.
Advertisement
Advertisement
Advertisement