Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓ ઠાર

0
11

જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ ઘર્ષણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે એક જવાન પણ ઘાયલ પણ થયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બાબા મોહલ્લામાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન લોન્ચ કર્યુ હતું.

આ દરમિયાન આતંકીઓએ સેનાના જવાનો પર ગોળીબાર શરુ કર્યો. ત્યારબાદ સુરક્ષઆદળોના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ઘર્ષણ શરુ થયું. અધિકારીએ જણાવ્યું કે આ ઘર્ષણમાં એક જવાન ઘાયલ થયો છે, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય જે ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે તેમની ઓળખ અને આતંકી સંગઠન વિશે કોઇ માહિતિ મળી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત 22 માર્ચના રોજ શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના ઘર્ષણમાં ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat