Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > મુબઈથી માતાજીના દર્શેને કચ્છ જતા પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

મુબઈથી માતાજીના દર્શેને કચ્છ જતા પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

0
8

સમગ્ર રાજ્ય અને દેશમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે માર્ગ અકસ્માતમાં દર વર્ષે હજારો-લાખો માનવ જિંદગી હોમાઈ જતી હોય છે છતાં અકસ્માતો રોકવા માટે કોઈ નક્કર પગલા ભરાતા નથી તે હકીકત છે જેથી અકસ્માતના બનાવો રોકાવાને બદલે સતત વધી રહ્યા છે આવો જ એક અકસ્માત આજે હળવદ-માળિયા હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ફોર્ચ્યુંનર કાર પલટી મારી જતા માતાજીના દર્શને જતા પટેલ પરિવારના ત્રણ વ્યક્તિના જીવનદીપ બુઝાયા છે તો યુવાન સહીત બે વ્યક્તિને ઈજા પહોંચી છે ત્યારે આવો જાણીએ અકસ્માતના બનાવ વિશે…

મુંબઈથી ગુજરાતના કચ્છ જીલ્લામાં માતાજીના દર્શન અર્થે જતા પરિવારને આજે હળવદ-માળિયા હાઈવે પર અકસ્માત નડ્યો હતો જે અકસ્માતમાં કાર કોઈ કારણોસર પલટી મારી ગઈ હોય ત્યારે કારમાં સવાર બે મહિલાઓ સહીત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જયારે કારના ચાલક યુવાન સહીત બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મૂળ કચ્છ જીલ્લાના રાપર તાલુકાના વતની અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલ પટેલ પરિવાર આઠમ નિમિતે રાપરના દેશલપર ગામમાં બ્રાહ્મણી માતાજીના દર્શન અર્થે જતા હતા દરમિયાન અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ વ્યક્તિના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે

જે અકસ્માતના બનાવ મામલે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગમખ્વાર અકસ્માતમાં સામુબેન વસ્તાભાઈ પટેલ (ઉ.વ.૭૫) મોંઘીબેન માનાભાઈ પટેલ (ઉ.વ.૫૦) અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલ (ઉ.વ.૫૦) એમ એક જ કુટુંબના ત્રણ વ્યક્તિના મોત થયા હતા તો કારના ચાલક ઋત્વિક માનાભાઈ પટેલ નામના યુવાન અને વસ્તાભાઈ નારાયણભાઈ પટેલ એમ બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે મૂળ રાપરના દેશલપરના વતની પટેલ પરિવાર હાલ મુંબઈમાં કરીયાણા દુકાન અને ઈમીટેશન વ્યવસાય સાથે જોડાયેલ હોવાનું જાણવા મળ્યું છે જોકે અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો તે સ્પષ્ટ થયું નથી જેથી પોલીસ બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે જોકે કારના ચાલક ઋત્વિક પટેલ નામના યુવાન ઈજાગ્રસ્ત હોવાથી તેની સારવાર બાદ પોલીસ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે

આમ હળવદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્ર સહીત ત્રણ વ્યક્તિના મોત થયા છે તો પરિવારના અન્ય સભ્યોને ઈજા પહોંચી છે હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે પરિવાર આઠમમાં માતાજીના દર્શન અર્થે જતા હોય ત્યારે હાઈવે પર કાળનો ભેટો થયો હતો જેથી પટેલ પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા તો તેમના વતનમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી હાલ પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat