Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દિલ્હીના બિઝનેસમેનની ઘાતકી હત્યા કરી લાશ ગુજરાતમાં ફેંકી, 3ની ધરપકડ

દિલ્હીના બિઝનેસમેનની ઘાતકી હત્યા કરી લાશ ગુજરાતમાં ફેંકી, 3ની ધરપકડ

0
264

નવી દિલ્હી/ભરૂચ: દિલ્હીમાં એક શખ્સની હત્યા (Delhi Murder) કર્યા બાદ તેની લાશને ગુજરાતમાં સગેવગે કરવાની કોશિશની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીના મૉડલ ટાઉનમાં બિઝનેસમેનની હત્યા (Delhi Businessman Murder Case) તેની જ પ્રેમિકાએ તેની માતા અને ભાવિ પતિ સાથે મળીને કરી દીધી હતી. આટલું જ નહી, હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે આરોપીઓએ નીરજ નામના બિઝનેશમેનની (Businessman Neeraj Murder Case) લાશ સૂટકેસમાં ભરીને ટ્રેનમાં બેસીને ગુજરાતના ભરુચમાં ઠેકાણે લગાવી દીધી હતી. આમ છતાં પોલીસ ત્રણેય આરોપીઓ સુધી પહોંચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૃતક બિઝનેસમેન નીરજ (Businessman Neeraj Murder Case) પોતાની ઑફિસમાં કામ કરી રહેલી ફૈઝલ નામની યુવતીને પ્રેમ કરતો હતો. નીરજના 10 વર્ષથી ફૈઝલ સાથે અનૈતિક સબંધો હતા અને બન્ને લગ્ન પણ કરવા માંગતા હતા. જો કે ફૈઝલના પરિવારજનોને તેમનો સબંધ મંજૂર નહતો. આથી જ ફૈઝલના પરિવારે તેની સગાઈ જુબૈર નામના યુવક સાથે નક્કી કરી દીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ફૈઝલે નીરજે આદર્શનગરના કેવલ પાર્કમાં પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં નીરજની મુલાકાત ફૈઝલની માતા શાહીન નાઝ અને જુબૈર સાથે થઈ હતી. નીરજ અને ફૈઝલના પરિવારજનો વચ્ચે તેમના સબંધને લઈને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જુબૈરે નીરજના માથે ઈંટ ફટકારીને ચાકુથી તૂટી પડ્યો હતો. જેમાં નીરજનું મોત (Delhi Businessman Murder Case) થયું હતું.

આ પણ વાંચો: ગુજરાત: પેટાચૂંટણી જીતનારા તમામ 8 ધારાસભ્યો આજે લેશે શપથ

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, હત્યા કર્યા બાદ જુબૈરે નીરજની લાશને (Businessman Neeraj Murder Case) ભરૂચ નજીક ફેંકી દીધી હતી. આરોપી જુબૈર રેલવે પેન્ટ્રીમાં કામ કરે છે. તેણે પહેલા નીરજના મૃતદેહના કટકા કરીને તેને એક સૂટકેશમાં ભરી દીધી અને ગોવા જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ચડી ગયો. જુબૈરે રસ્તામાં નીરજની લાશ વાળી (Delhi Businessman Murder Case) સૂટકેસ ભરૂચ નજીક ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી હતી.

જે બાદ 14 નવેમ્બરે મૃતકની (Delhi Businessman Murder Case) પત્ની દ્વારા નીરજના ગુમ થયા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આખરે પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે મૃતકના પરિવારે ફૈઝલ પર આશંકા વ્યક્ત કરી હતી. જે બાજ પોલીસે આરોપી ફૈઝલ, શાહીન અને જુબૈરની ધરપકડ કરી હતી.  (Image Caption: ફાઈલ ફોટો)