Gujarat Exclusive > દેશ-વિદેશ > ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-BJPથી નથી ડરતો: રાહુલ ગાંધી

ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-BJPથી નથી ડરતો: રાહુલ ગાંધી

0
99

નવી દિલ્હી: કોરોના સંકટ, ખેડૂત આંદોલનને લઇ વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યુ છે. રાહુલ ગાંધીએ આ મામલે પત્રકાર પરિષદ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, હું તેનો વિરોધ કરતો રહીશ. હું જેપી નડ્ડાના સવાલોના જવાબ નહી આપુ, માત્ર ખેડૂતો અને દેશના સવાલોનો જવાબ આપીશ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, નરેન્દ્ર મોદી એક એક તબક્કાના હિસાબથી ખેડૂતોને ખતમ કરવામાં લાગી છે. આ માત્ર ત્રણ કાયદા પર નહી રોકાય પણ અંતમાં ખેડૂતોને ખતમ કરવા માંગે છે. જેથી દેશની પુરી ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપી શકે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે આખો દેશ વિરૂદ્ધ થઇ જાય, હું છતા પણ સાચા માટે લડતો રહીશ. હું નરેન્દ્ર મોદી અથવા ભાજપથી નથી ડરતો. રાહુલ ગાંધીએ કહ્યુ કે આ લોકો મને હાથ લગાવી શકતા નથી પરંતુ ગોળી મારી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આ લોકો ખેડૂતોને થકાવવા માંગે છે પરંતુ તેમણે ડફોળ નથી બનાવી શકાતા.

ખેડૂત આંદોલનને લઇ પ્રહાર કરી રહ્યા છે રાહુલ

ખેડૂત આંદોલન હોય, વેક્સીનેશન પ્રક્રિયા હોય અથવા પછી ચીન સાથે ચાલી રહેલો વિવાદ હોય, રાહુલ ગાંધી સતત મોદી સરકારને ઘેરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી સંસદમાં પણ કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય આ મામલે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી. સાથે જ મંગળવારે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અરૂણાચલ પ્રદેશમાં ચીન તરફથી એક ગામ વસાવી લેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: ‘ચીને માત્ર ગામ જ નહીં, મિલિટરી બેઝ અને…!’ અરુણાચલ પ્રદેશના સાંસદે કોંગ્રેસ પર કર્યો પલટવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ જવાબ આપ્યો છે. કિરણ રિજિજૂએ ટ્વીટ કર્યુ કે જે જગ્યાનો મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યા કોંગ્રેસની સરકાર દરમિયાન ચીને કબજો કર્યો હતો. એક રાષ્ટ્રીય નેતા કઇ રીતે કોઇ ફેક્ટ વગર આરોપ લગાવી શકે છે?

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9