Gujarat Exclusive > દેશ-વિદેશ > યોગીને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યુ- ‘ચાર દિવસ છે જે કરી શકતા હોય તે કરી લો’

યોગીને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યુ- ‘ચાર દિવસ છે જે કરી શકતા હોય તે કરી લો’

0
49

લખનઉં: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એક વખત જીવથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર પર આ ધમકી આપવામાં આવી છે. ધમકી મોકલનારાએ ચેલેન્જ કરી છે કે ચાર દિવસમાં જે કરી શકતા હોય તે કરી લો.

આ ઘટના સામે આવ્યા બાદ લખનઉંના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે અને નંબરની તપાસ કરી આરોપીની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

કહેવામાં આવી રહ્યુ છે કે 29 એપ્રિલે મોડી સાંજે યુપી પોલીસના ઇમરજન્સી સેવા ડાયલ 112 વોટ્સએપ નંબર પર કોઇ શંકાસ્પદે મેસેજ કરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી ભરેલા મેસેજમાં શંકાસ્પદે લખ્યુ છે કે તે સીએમ યોગીને 5માં દિવસે જીવથી મારી નાખશે, તેને પોલીસને પડકાર ફેકતા લખ્યુ છે કે આગામી ચાર દિવસમાં મારૂ જે કરી શકતા હોવ તે કરી લો.

આ મામલે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનના 112ના કંટ્રોલ રૂમ કમાન્ડર અર્જૂન કુમારે કેસ દાખલ કર્યો છે. પોલીસની કેટલીક ટીમ શંકાસ્પદ નંબરની તપાસ અને લોકેશન ટ્રેસ કરવામાં લાગી છે. આરોપીની ધરપકડ માટે પોલીસની ટીમની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: સેવાભાવી સંગઠનોના સેવાકીય કાર્યોમાં ઉપયોગ થાય તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય: પ્રદિપસિંહ

આ પ્રથમ વખત નથી જ્યારે યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મે 2020માં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 112ની સોશિયલ મીડિયા ડેસ્ટ વોટ્સએપ પર ધમકી ભરેલો મેસેજ આવ્યો હતો. ધમકી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક વિશેષ સમુદાય માટે ખતરો બતાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં કલમ 505 (1) b, 506 અને 507 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat