Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહિને લાખોની કમાણી કરનાર હજારો TikTok સ્ટાર બન્યા બેરોજગાર

મહિને લાખોની કમાણી કરનાર હજારો TikTok સ્ટાર બન્યા બેરોજગાર

0
3228

શાહબાઝ શેખ,અમદાવાદ: ભારત-ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અથડામણ વચ્ચે ભારતે ચાઇનાની 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. ભારતમાં લોકપ્રિય TikTok જેવી એપ પર પ્રતિબંધ મુકાતા સ્ટાર બેરોજગાર બની ગયા છે. ગૂગલ અને એપ્પલે પણ પ્રતિબંધિત ચાઇનીઝ એપને હટાવી દીધી છે. TikTok પર પ્રતિબંધ બાદ હજારો સ્ટાર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને રડી રહ્યા છે. કેટલાક TikTok સ્ટાર તો કહી રહ્યા છે કે અમારી રોજી છીનવાઇ ગઇ છે. જ્યારે બીજી તરફ કેટલાક TikTok સ્ટાર હવે ઇંસ્ટાગ્રામ પર વળ્યા હોય તેમ લાગી રહ્યું છે. TikTok સ્ટાર પોતાને ઇંસ્ટાગ્રામ પર ફોલો કરવાનું કહી રહ્યાં છે.

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તંણાવને લઈ ભારત સરાકારે તમામ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ ચીની એપથી પ્રાઇવસીની સુરક્ષાનો મામલો માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના લોકો તેમના એક જ વીડિયોના કારણે સ્ટાર પણ બની ગયા છે. TikTok પર જે લોકો મહિને લાખો રુપિયાની કમાણી કરતા હતા તે તમામ લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. ત્યારે તમામ સ્ટાર પોતાના TikTok આઈડી પરથી એક વીડિયો શેર કરી લોકોને તેમના ઇંસ્ટાગ્રામ આઈડી આપી તેના પર ફોલો કરવા માટેની અપીલ પણ કરી રહ્યા હોવાના વીડિયો પણ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: ચીન મુદ્દે ભારતનો મોટો નિર્ણય, 59 ચાઈનીઝ એપ પર લગાવ્યો પ્રતિબંધ

TikTokમાં લોકો પોતાના કપડાથી લઈ વાળની હેર સ્ટાઈલ સુધી બદલી નાખતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવી ફની કમેન્ટ જોવા મળી રહી છે, જેમાં જે લોકો નવરા હતા તે લોકોને TikTok એ કામ આપી રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. જેને કોઈ ન ઓળખતા હતા તે લોકો ફકત 15 સેકન્ડમાં જ ફેમસ થઈ ગયા છે. TikTokમાં આવા ઘણા એવા સ્ટાર હતા જે પોતાના ફકત એક જ વીડિયોમાં ફેમસ થઈ ગયા છે.

તાજેતરમાં જ સુરતમાં એક ગરીબ પરિવારમાં રહેતા યુવકે પોતાના TikTok અકાઉન્ટમાં એક ડાન્સનો વીડિયો શેર કર્યો હતો જેમાં તેને 15 મિલિયન કરતા પણ વધારે લોકોએ તેને પસંદ કર્યો હતો અને તે ફેમસ થઈ ગયો હતો. આટલુ જ નહિં તેની સાથે ઘણા એવા બોલીવુડ સ્ટારોએ પણ ડ્યુટ કરી વીડિયો શેર કર્યો હતો.

આ પણ વાંચો: ચીની એપના પ્રતિબંધનો જવાબ, ચીનમાં ભારતીય અખબાર-વેબસાઇટ પર લાગી રોક?

તેમને જણાવી દઈએ કે, TikTokમાં લોકો ફકત 15 સેકન્ડનો જ વીડિયો બનાવતા હોય છે અને જે લોકોને સ્ટાર બનવા માટે આખી જીંદગી લાગી ગઈ છે તે લોકોને ઓળખ આપવા માટે TikTokએ ફકત 15 સેકન્ડમાં સ્ટાર બનાવી દીધા હતા અને તે તમામ લોકોના મોઢા પર આજે નિરાશા જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં એક TikTok યુઝરે વીડિયો શેર કરતા જણાવ્યું છે કે, ભારતમાં TikTok ને લોકોની નજર લાગી ગઈ છે. જેથી આજે તે હમારાથી દૂર જઈ રહ્યું છે.

TikTokને ટક્કર આપવા આવી ગઇ ‘ચિંગારી’ એપ, 30 લાખ લોકોએ કરી ડાઉનલોડ