Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફોટા પાડો તો જ આપીએ દાન, શરમજનક મનોવૃતિને કારણે અમદાવાદમાં હજારો લોકો રહે છે ભૂખ્યા

ફોટા પાડો તો જ આપીએ દાન, શરમજનક મનોવૃતિને કારણે અમદાવાદમાં હજારો લોકો રહે છે ભૂખ્યા

0
1695

શાહબાઝ શેખ, અમદાવાદ: કોરોનાના કારણે ઘણા લોકોની હાલ પરિસ્થિતિ ખુબ જ દયનિય જોવા મળી રહી છે, જો લોકો રોજ કમાઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા તેવા લોકોની હાલ ખુબજ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો કે કોરોના વાયરસની મહામારીને લઈ દેશમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે, જેથી તમામ લોકો પોતાના ઘરમાં જ રહી શકે છે. જે લોકો મજૂરી કરી રહ્યા છે તેવા લોકોના ઘરમાં ફાંફાં આવી ગયા છે. પૈસાવાળા પાસે તો બધુ હોય છે અને ગરીબ લોકોને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ ખાવાનું પહોંચાડી રહી છે. પરતું લોઅર મીડલ ક્લાસ પાસે અઠવાડિયાનું રાશન અને પૈસા હોય તેવા પાસે પૈસા અને રાશન ખલાસ થઈ જતા હવે ધીરજ પણ ખુટી રહ્યું છે. કેટલાક લોકો દાન તો કરે છે પરતું તેની સાથે ફોટા પાડી પોતાની વાહવાહી કરાવવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે જેથી ઘણા લોકો રાશન લેવા માટે શરમમાં મુકાઈ જાય છે.

કોરોના વાયરસની મહામારીના કારણે આજના સમયમાં અમદાવાદ સહિત ઘણા એવા વિસ્તારોમાં એએમસી અને સામાજીક સંસ્થાઓ દરરોજ લાખો લોકોને 2 સમયનું ભોજન આપવામાં આવી રહ્યું છે. તેમ છતા ઘણા એવા વિસ્તારોમાં હજી પણ લોકોને મદદ મળી ન હોવાની બુમો પડી રહી છે. અમદાવાદની ઘણી એવી સંસ્થાઓ એવી છે કે, શહેરમાં ઘણા લોકોને ભોજન આપવા માટે ખડે પગે કામ કરી રહી છે અને શહેરના તમામ ગરીબ લોકોને મદદરુપ પણ બની રહી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો પૈસાદાર લોકોએ 2 થી 3 મહિનાનું રાશન પોતાના ઘરમાં ભરાવી લીધું છે જેથી તેવા લોકો પર લોકડાઉનની કોઈ અસર જોવા મળી રહી નથી. હવે તો એવું લાગી રહ્યું છે કે, આ લોકડાઉન ફકત ગરીબ લોકો માટે જ છે, કેમ કે આ સમયમાં સૌથી ખરાબ હાલત તેમની થઈ છે.

જો કે, અમદાવાદ શહેરમાં હજારો પરિવારો એવા પણ રહે છે કે,જે લોકો લાંબી બચત કરી શક્તા નથી અને તેઓ તેમના ઘરમાં ફકત અઠવાડિયનું જ રાશન ભરાવે છે. તો લોકડાઉનના કારણે આવા લોકો પાસે નોકરી-ધંધો તો બંધ છે સાથે રહેલો અનાજ અને નાનકડી બચત પણ પુરી થવા આવી છે. જેથી આવા પરિવાર પાસે પૈસા,રાશન સાથે ધીરજ પણ ખુટી જવા આવ્યું છે. હોલ લોકડાઉનના કારણે શ્રમજીવી અને ફુટપાથ પર રહેતા લોકોની મદદ કરવા માટે કેટલાક રાજકીય નેતાઓ અને સામાજીક સંસ્થઓ રાહત આપી રહી છે. પરતું મોટાભાગના લોકો દાન આપતી વખતે આ લોકોની સાથે ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. જેથી ઘણા ગરીબ લોકો શરમમાં આવી મદદ માટે હાથ લાંબો કરી શકતા નથી.

અમદાવાદ: 30 લોકોમાં કોરોનાના લક્ષણો ન હોવા છતા રિપોર્ટ પોઝિટિવ આવ્યા