Gujarat Exclusive > દેશ-વિદેશ > મેક્સિકો: કસાઇ નિકળ્યો સીરિયલ કિલર, ઘરમાંથી મળ્યા 3,787 માનવ હાડકાં

મેક્સિકો: કસાઇ નિકળ્યો સીરિયલ કિલર, ઘરમાંથી મળ્યા 3,787 માનવ હાડકાં

0
62

મેક્સિકોમાં એક નરભક્ષી વ્યક્તિના ઘરમાંથી પોલીસને ખોદકામ દરમિયાન 3,787 માનવ હાડકાંઓ મળી આવ્યા છે, જે પછી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. આ નરભક્ષી સીરિયલ કિલર એક કસાઇનું કામ કરતો હતો અને તક મળતા જ લોકોની હત્યા કરી દેતો હતો.

આ સીરિયલ કિલરના ઘર નીચેથી તપાસકર્તાઓએ લગભગ 20 સંદિગ્ધ પીડિતોના અવશેષો શોધી કાઢતા ત્રણ હજારથી વધારે હાડકાંઓ બહાર કાંઢ્યા છે. આરોપી સીરિયલ કિલરનું નામ એન્ડ્રેસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે 72 વર્ષનો છે.

ધ સનના રિપોર્ટ અનુસાર સીરિયલ કિલર અને નરભક્ષી એન્ડ્રેસના ઘરમાં કોક્રીટના ફર્શ નીચે આ હાડકાઓ મળ્યા હતા. અધિકારીઓ અનુસાર હાડકાંઓની ચોંકાવનારી સંખ્યાથી ખબર પડે છે કે, લાશોના નાના-નાના ટૂકડાઓ કરી દેવામાં આવ્યા હતા.

મેક્સિકો સીટી બહારના વિસ્તારમાં તેમના ઘર નીચેથી ખોદકામ કરનારા તપાસકર્તાઓએ શનિવારે કહ્યું કે, તેમને અત્યાર સુધી 3,787 હાડકાઓના ટૂકડા મળ્યા છે. જે સ્વભાવિક રીતે 17 અલગ-અલગ પીડિતોના છે. સીરિયલ કિલર જ્યાં ભાડેથી પહેલા રહેતો હતો, તે ઘરોની પણ હવે તપાસ કરવામાં આવી રહી છે.

આ સીરિયલ કિલરને તે માટે પકડવામાં આવ્યો હતો કેમ કે તેની હાલમાં શિકાર બનેલી એક મહિલા પોલીસ કમાન્ડરની પત્ની હતી, જેને તે વ્યક્તિગત રીતે ઓળખતો હતો. રિપોર્ટ અનુસાર અધિકારીની પત્ની આરોપી સીરિયલ કિલર એન્ડ્રેસ સાથે શોપિંગ ટ્રિપ પર ગઈ હતી અને તે દિવસથી ગાયબ થઈ ગઈ હતી. તેથી તે જ્યારે પરત ફરી નહીં તેના પતિને આરોપી પર શક થઈ ગયો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat