Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જનતા સાથે ગદ્દારી કરનારાઓને ચપ્પલથી મારવા જોઇએ: હાર્દિક પટેલ

જનતા સાથે ગદ્દારી કરનારાઓને ચપ્પલથી મારવા જોઇએ: હાર્દિક પટેલ

0
2203

રાજ્યસભાની ચૂંટણીને કારણે રાજકારણ તેજ બન્યુ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે હું લડવામાં માનું છું, ચૂંટણી પંચે પણ હવે એક્શન લેવા જોઈએ. કાર્યવાહી થતી નથી એટલે પક્ષ પલટો થાય છે. સરકારના લોકો ખરીદવા આવે તો સ્ટિંગ કરો અને ઓફર આપનારાઓને ખુલ્લા પાડો.

રાજય સભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના બનાવને લઈ હાર્દિક પટેલે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, દિવસે ને દિવસે ખોટુ થઇ રહ્યું છે. આવા ધારાસભ્યોના વિરોધમાં કામ થવા જોઇએ તે કરતુ નથી. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ખરીદાઇ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને જે રીતે અમુક આવી કોંગ્રેસની જે વેચાતી આઇટમો છે તેનો ભરોસો તમે ના કરતા. કોંગ્રે્સનો હોવા છતા પણ કહુ છું કે આવા લોકો વિરૂદ્ધ બોલવાની જરૂર છે. આવા લોકો કોંગ્રેસને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

કોંગ્રેસમાં હોવા છતાં લલિત વસોયાએ કહ્યું, ‘પાટીદાર MLA કોંગ્રેસમાં જવાનું વિચારી પણ ન શકે’

આગામી તારીખ 19 જૂનનાં રોજ રાજ્યસભાની ચૂંટણી આવવા જઇ રહી છે તે પહેલાં જ કોંગ્રેસનાં ધારાસભ્યોનાં પક્ષપલટાનો દોર શરૂ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) પહેલાં અત્યાર સુધીમાં કોંગ્રેસનાં 8 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યાં છે અને હજી પણ વધુ ધારાસભ્યો તૂટે તેવી શક્યતા છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળી પોતાનાં ધારાસભ્યોને બચાવવાનાં પ્રયાસોમાં લાગી ગયું છે. હાલમાં આ મામલે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સાથે બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે.

મહત્વનું છે કે કોંગ્રેસની ઝોન વાઈઝ બેઠકો યોજવામાં આવી જેમાં ગુજરાતનાં કોંગ્રેસના ટોચના નેતાઓને બેઠકોનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. જેમાં સૌરાષ્ટ્રની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે. ઉત્તર ઝોનની જવાબદારી સિદ્ધાર્થ પટેલ અને દક્ષિણ ઝોનની જવાબદારી તુષાર પટેલને સોંપાઇ છે. તો બીજી બાજુ, મધ્ય ઝોનની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપવામાં આવી છે. એટલે કે ધારાસભ્યોને લઈને કોંગ્રેસ રિસોર્ટ મીટિંગનો દોર ફરી વાર શરૂ થઇ ગયો છે.

કોંગ્રેસમાં હોવા છતાં લલિત વસોયાએ કહ્યું, ‘પાટીદાર MLA કોંગ્રેસમાં જવાનું વિચારી પણ ન શકે’