Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી સરકારની પહેલથી 5000 કરોડની બચત થશે, પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ થશે!

મોદી સરકારની પહેલથી 5000 કરોડની બચત થશે, પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ થશે!

0
1435

મોદી સરકાર એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જો સરકારનો આ પ્રયત્ન સફળ રહ્યો તો પેટ્રોલ 10 રૂપિયા પ્રતિલીટર સુધી સસ્તુ થઈ શકે છે. એટલુ જ નહીં તમારો પેટ્રોલ પર ખર્ચ 10 ટકા સુધી ઓછુ થઈ શકે છે. આ નિર્ણયથી સરકારી ખજાનામાં 5000 કરોડ રૂપિયાની બચત થશે. ભારતીય ઈકોનોમીના 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચવા માટે આ મોટુ પગલુ સાબિત થઈ શકે છે.

સરકાર દેશભરમાં મિથેનોલ બ્લેન્ડેડ ફ્યૂલ લાવવાની તૈયારીમાં છે. તેના માટે રોડ ટ્રાન્સપોર્ટ તથા હાઈવે મિનિસ્ટર નિતિન ગડકરીએ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખ્યો છે કે, તે દેશભરમાં મિથેનોલ બ્લેન્ડેડ ફ્યૂલ ઉપલબ્ધ કરાવે.સરકારની આ પહેલથી પ્રદૂષણ 30 ટકા ઘટી શકે છે. મિથેનોલની કિંમત 20 રૂપિયા પ્રતિ લીટર છે. ઈન્ડિયન ઓઈલ પહેલા મિથેનોલ બ્લેન્ડડ ફ્યૂલ બનાવી રહી છે, તેમા 15 ટકા મિથેનોલ અને 85 પેટ્રોલ છે.

ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર નીતિ આયોગના સદસ્ય વીકે સારસ્વતે જણાવ્યું કે M15 પર 65,000 કિલોમીટરનું ટ્રાયલ રન પૂર્ણ કરી લીધુ છે. નીતિ આયોગે જણાવ્યું છે કે, ફ્યૂયલમાં 15 ટકા મિથેન બ્લેન્ડ કરવા પર 2030 સુધી 100 અરબ ડોલરની બચત થશે.

ટ્રાયલ તરીકે, પુનામાં 15 ટકા મિથેનોલ મિશ્ર પેટ્રોલ સાથે કાર ચલાવવામાં આવી હતી.માહિતી અનુસાર પુનામાં મારુતિ અને હ્યુન્ડાઇ કારોમાં મિથેનોલ ભેળવેલુ પેટ્રોલ નાખીને ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. સરકાર આ દિશામાં જેટલુ ઝડપથી કામ કરી રહી છે તેનાથી લાગે છે કે, જલ્દી દેશભરના પેટ્રોલ પમ્પો પર મેથિનોલ ભેળવેલુ પેટ્રોલ મળવા લાગશે.

જણાવી જઈએ કે, હાલમાં પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવામાં આવે છે, પરંતુ મિથેનોલની સરખામણીએ ઈથેનોલ ખૂબજ મોંઘુ છે. ઈથેનોલની કિંમત લગભગ 40 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મેથેનોલ 20 રૂપિયા લીટરમાં આવે છે. મિથેનોલ કોલસામાંથી બને છે.તો ઈથેનોલ શેરડીમાંથી બનાવવામાં આવે છે.

ભારતીયોના સ્વિસ ખાતા, બ્લેક મનીની જાણકારી આપવાનો નાણા મંત્રાલયનો ઇનકાર