Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Android યૂજર્સ માટે WhatsAppમાં આવ્યુ આ ખાસ ફીચર

Android યૂજર્સ માટે WhatsAppમાં આવ્યુ આ ખાસ ફીચર

0
385

ઇંસ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ હાલમાં જ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર્સની શરૂઆત કરી હતી. પહેલા કંપનીએ iPhone યૂજર્સ માટે ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડીનો સપોર્ટ આપ્યો હતો. હવે કંપની એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂજર્સ માટે આ પ્રકારનું ફીચર્સ લાવવાની તૈયારીમાં છે.

લેટેસ્ટ Beta Version 2.19.221માં આ ફીચર્સ આપવામાં આવ્યું છે. આ બીટા બિલ્ડથી યૂજર્સ પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અનેબલ કરી શકો છો.આની માટે WhatsAppના સેટિંગમાં જવુ પડશે, જોકે આ ડિફોલ્ડ ઓફ રહે છે એટલા માટે યૂજર્સને આ મૈનુઅલી એનેબલ કરવુ પડશે.

iOSની જેમ આ પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે ત્રણ ઓપ્શન આપવામાં આવશે. પહેલા immediately, after 1 minute અને 30 minute.ત્યાથી તમે કોઈ પણ ઓપ્શન સીલેક્ટ કરી લો. હવે ત્યાથી નક્કી કરી શકો છો કે તમારે ક્યા સુધી લોક કરવુ છે.

WhatsApp યૂજ કરતા હોય અને તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે તો તમે એક્ટિવેટ કરી શકો છો. પરંતુ તેના માટે તમારી પાસે beta version 2.19.221 હોવુ જરૂરી છે.

WhatsAppના સેટિંગમાં જઈને Account પર ટેપ કરો, ત્યાથી Privacy અને ફિંગરપ્રિન્ટ અનલોકને ટેપ કરો, જણાવી દઈએ કે, આ ફીચર Android Marshmallow અને પહેલા ઉપરના વર્જન પર છે. ફિંગરપ્રિન્ટ સ્કેનરથી તમે તમારા WhatsAppને સિક્યોર કરી લો.

એક રિપોર્ટ અનુસાર પ્રાઈવેસી માટે ફિંગરપ્રિન્ટ ડેટા સેફ છે. કારણ કે, બીજી એપની જેમ ફિંગરપ્રિન્ટ ડેટા એક્સેસ નથી કરતી. WhatsApp તેના માટે ઓફિશિયલ એન્ડ્રોઈડ APIનું યૂજ કરે છે અને તેના માટે ડેટા ફેસબુક કે WhatsAppના સર્વર પર નથી મોકલવામાં આવતું.જો તમને આ સુવિધા મળી નથી, તો WhatsAppને અપડેટ કરવાનો પ્રયાસ કરો.

પોર્નના શોખીન છો તો થઇ જાઓ સાવધાન!, શું તમારી અંગત પળો તો કેમેરામાં કેદ નથી થતીને?