Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજ્યોની બેદરકારીથી લોકડાઉનમાં પણ વધી શકે છે કોરોનાનાં કેસ, કેન્દ્ર સરકાર આપી શકે છે ચેતવણી

રાજ્યોની બેદરકારીથી લોકડાઉનમાં પણ વધી શકે છે કોરોનાનાં કેસ, કેન્દ્ર સરકાર આપી શકે છે ચેતવણી

0
1542

કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0માં મોટી રાહત આપી છે. આ સાથે જ કેન્દ્રએ ઝોન નક્કી કરવાની પરમિશન પણ રાજ્યોને આપી હતી. પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે અનેક રાજ્યોમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી. લૉકડાઉન 4.0માં તેઓની આ બેદરકારીને કારણે કોરોના સંક્રમણ વધારે ફેલાઈ શકે છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલય 2 દિવસ અગાઉ એડવાઈઝરી જાહેર કરી ચૂક્યું છે. જેમાં કહેવાયું છે કે કોવિડ 19નાં પ્રસાર પર લગામ રાખવા માટે સરકારનાં દિશા-નિર્દેશોમાં શામેલ ઉપાયોનું કડક રીતે પાલન કરવું અનિવાર્ય છે.

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, બેદરકારી દેખાડનારા રાજ્યોને હવે કેન્દ્ર સરકારે ચેતવણી આપવાની તૈયારી કરી દીધી છે. શક્ય છે કે થોડાં રાજ્યોને માટે અલગ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે. જે પણ ઉલ્લંઘન સામે આવી રહ્યાં છે તેમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ, અલગ ઝોન આધારિત નિર્ધારિત માપદંડ, રાતનો કર્ફ્યૂ અને આરોગ્ય સેતુ એપનો પ્રયોગ ન કરવો વગેરે બાબતો શામેલ છે.

દેશમાં 18મેથી 31 મે સુધી લૉકડાઉન 4.0 લાગુ

કેન્દ્રીય મૃહમંત્રાલયનાં એક અધિકારીનાં જણાવ્યાં અનુસાર દરેક રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ કેવી છે તેની પર નજર રાખવામાં આવી રહી છે. અનેક જગ્યાએથી ઉલ્લંઘનનાં રિપોર્ટ મળી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે હોટલ, રેસ્ટોરાં અને અન્ય આતિથ્ય સેવાઓ બંધ રહેશે. સ્વાસ્થ્ય, પોલીસ, સરકારી અધિકારીઓ અને સ્વાસ્થ્ય દેખરેખનાં કર્મચારીઓ, પ્રયટકો સહિત ફસાયેલા વ્યક્તિઓને રોકવા અને ક્વૉરન્ટાઈન સુવિધાઓને માટે આ સેવાઓનાં ઉપયોગની પરમિશન છે. ખાદ્ય વસ્તુઓની હોમ ડિલિવરી માટે રેસ્ટોરન્ટને રસોડું ચલાવવાની પરમિશન આપી શકે છે.

આ સમયે નિયમોનું ચુસ્તપણે કરાશે કડક પાલન

સાંજનાં 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં યોગ્ય રીતે કર્ફ્યૂનું પાલન થઈ રહ્યું નથી ઉપરાંત લોકો આરોગ્ય સેતુ એપનો પણ ઉપયોગ નથી કરી રહ્યાં. લોકો દ્વારા સતત નિયમો તોડવામાં આવી રહ્યાં છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતનાં આ રાજ્યોમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક જગ્યાઓએ ઉપરોક્ત આદેશનાં ભંગ સાથે નિયમની ઐસીતૈસી થઇ રહી છે. જે લોકો માટે આ સુવિધા ચાલુ કરવામાં આવી હતી તેમને બાજુ પર રાખી દેવામાં આવ્યાં છે. મરજીથી હોટલો પણ ચાલુ કરી દેવામાં આવી છે. સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને માસ્ક તેમજ સેનેટાઈઝર આ તમામનું પાલન જોવા ન મળતા તેનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.

કન્ટેનમેન્ટ ઝોનને છોડીને જે જગ્યાઓ પર બસો ચલાવવામાં આવી છે ત્યાં પણ સામાજીક અંતરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. બસ ડ્રાઇવર અને કંડક્ટરોની પણ તપાસ નથી થઇ રહી. લૉકડાઉન 4.0માં ઝોન નક્કી કરવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો હતો. જેની માટે કન્ટેનમેન્ટ, બફર, રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન રાજ્યો નક્કી કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માટે ધોરણો તૈયાર કર્યા હતાં. પરંતુ હવે કન્ટેનમેન્ટ ઝોનમાં પણ જરૂરી ગતિવિધીને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અનેક રાજ્યમાં વધારે પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી છે. જેથી આવાં ઝોનથી લોકોની બેદરકારી રોકવા માટેની પણ વિશેષ ધોરણે વાત કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ભાજપનાં સાંસદની રેતી માફિયાઓ સામે લાલ આંખઃ પોલીસ પર આક્ષેપ લગાવતા CM રૂપાણીને કરી ફરિયાદ