Gujarat Exclusive > CRIME > 300થી વધુ કોન્સ્ટેબથી લઈ DGP સુધી તમામે એક ટીમ થઈ કામ કર્યું તેનું આ પરિણામ: રેન્જ આઇજી કરેલી કામગીરી વિશે જણાવ્યું

300થી વધુ કોન્સ્ટેબથી લઈ DGP સુધી તમામે એક ટીમ થઈ કામ કર્યું તેનું આ પરિણામ: રેન્જ આઇજી કરેલી કામગીરી વિશે જણાવ્યું

0
2

ગાંધીનગર રેન્જ આઇ જી અભય ચુડાસમાએ ચુકાદા બાદ એ સમયે 2008માં થયેલા અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ પછી કેવી રીતે એક પછી એક કડી જોડી આરોપીઓ સુધી પહોંચ્યા તેનો ઘટના ક્રમ વર્ણવ્યો હતો. જાણો તેમના જ શબ્દોમાં એ સમયે થયેલી કામગીરી.

આજ નો ચુકાદો આવ્યો છે 11 ને આજીવન અને 38 ને ફાસી આપી છે મહત્વનો ચુકાદો છે. તેવું કહ્યું હતું. ક્રાઇમબ્રાન્ચએ જે ઇન્વેસ્ટિનગ કર્યું તે મુજબ આખરે પીડિતો અને તેમના પરિવારને ન્યાય મળ્યો છે.

આ સજા અપેક્ષિત હતી.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી અને કેન્દ્રય ગૃહમંત્રી અમિતભાઇ શાહે મિટિંગ કરી હતી ત્યાર બાદ અમે ટેક્નિકલ સર્વેલન્સ થી, ઝીણામાં ઝીણા પુરાવા ભેગા કર્યા.

સાક્ષી ઓએ પણ બનાવ પ્રમાણે જુબાની આપી. 14 વર્ષે આ ચુકાદો આવ્યો છે. ક્રાઇમબ્રાન્ચ ની ટીમે ઉત્તમ કામગીરી કરી છે તેથી આ ચુકાદો આવ્યો છે.

જે નિર્દોષ છૂટ્યા છે તેમના અન્ય રાજ્યોમાં કેસ ચાલી રહ્યા છે. તેથી જેતે રાજ્યમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. સૌથી ચેલેન્જીનગ બાબત એ હતી કે આટલા મોટા પ્રમાણ માં બ્લાસ્ટ થાય, બીજા રાજ્યો ના આરોપીનો જોડાયેલા હોય, એજ્યુકેટેડ અને ટેક્નિકલી જાણકાર હતા. કોઈ કડી નહોતી છતાં પણ તમામ પ્રકાર ની મહેનત કામ લાગી.ભરૂચ થી મહત્વનો ફોન આવ્યો હતો. એવા પ્રકાર ની ગાડીઓ ત્યાં જોઈ હતી. ત્યાર અમે ત્યાં તપાસ કરતા મોબાઇલ નબર સાથે વધુ મહત્વ કડીઓ મળી હતી. Lg અને સિવિલ માં બૉમ્બ મુકવામાં આવ્યો હતો.

300થી વધુ કોન્સ્ટેબથી લઈ DGP સુધી તમામે એક ટિમ થઈ કામ કર્યું છે તેનું આ પરિણામ છે તેમજ બહારના રાજ્યો ની ટીમે પણ સારો સહકાર આપ્યો હતો.

અમારી સાથે જોડાયેલા લોકો અભિનંદન ને પાત્ર છે. લોકો એ પણ જ્યાં જરૂર પડી ત્યાં સહકાર આપ્યો છે. એટલે લોકો ને પણ અભિનંદન છે. જે લોકો અજાણી જગ્યા એ છુપાયા હતા ત્યાં થી પણ લોકો એ બાતમી આપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat