Gujarat Exclusive > દેશ-વિદેશ > MiG-21ની ધાતુથી ઘડિયાળ બનાવી રહી છે બેંગલુરૂની કંપની, જાણો કંઈ મળશે ખૂબી

MiG-21ની ધાતુથી ઘડિયાળ બનાવી રહી છે બેંગલુરૂની કંપની, જાણો કંઈ મળશે ખૂબી

0
123

બેંગલુરૂ વોચ કંપની (BWC)એ ભારતીય વાયુસેનાના પહેલા સુપરસોનિક ફાઈટર જેટ મિગ 21 ટાઈપ 77ની યાદમાં એક નવો ઘડિયાળ સંગ્રહ રજૂ કર્યો છે. કંપનીએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાથી પ્રેરિત થઈને પાયલોટ સ્ટાઈલનો ઘડિયાળ સંગ્રહ MACH-1 રજૂ કર્યો છે. કંપનીએ કહ્યું કે, MACH-1 સંગ્રહને રજુ કરવામાં આવેલા તેના એક 21 MACH-1 એક્સ વિશેષ સંસ્કારણ પણ રજુ કર્યું છે. આ ભારતીય વાયુસેનાની સેવાથી મુક્ત કરવમાં આવેલ મિગ 21 વિમાનના ભાગોમાંથી બનાવવામાં આવ્યું છે, તેમાં કોકપિટથી પ્રેરિત ડાયલ છે.

મૈક (ધ્વનિ વેગ) 1 સંગ્રહમાં પાંચ મોડલ છે. આની કિંમત 48,000 રૂપિયાથી 53,000 રૂપિયા સુધી છે. કંપનીનું કહેવું છે કે, 1 એક્સ વિશેષ સંસ્કારણનું મૂલ્ય આગ્રહ પર ઉપલબ્ધ કરવામાં આવશે. બેંગલુરૂ વોચ કંપનીના સહ-સંસ્થાપક અને ક્રિએટિવ ડાયરેક્ટર નિરૂપેશ જોશીના એક એગ્રેજી રિપોર્ટ અનુસાર, ઘડિયાળમાં મિગ 21 વિમાનની ધાતુઓના એક ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે ભારતીય વાયુ સેનામાંથી મુક્ત થયેલા એક મિગ વિમાનની ધાતુનો ભાગ મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘડિયાળના ડિઝાઈનર દ્વારા તેનું નામ MACH-1 રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મિગ ટાઈપ 77 વિમાનના ભારતીય વાયુ સેનામાં વર્ષ 1960માં શામિલ કરવામાં આવ્યુ હતું અને વર્ષ 2003માં તેને સેવામાંથી મુક્ત કરી દેવામાં આવ્યું હતું. 1971માં પાકિસ્તાન સાને યુદ્ધ દરમિયાન આ ફાઈટર વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કંપનીના સંસ્થાપક દયા અમલરાજે જણાવ્યું કે, અમે સ્પેશ્યલ વોચ કલેક્શન મારફતે ભારતીય વાયુ સેનાને સમ્માન આપવા માંગતા હતા. કંપનીનું મુખ્ય કાર્યાલય બેગલુરૂમાં છે. આ એ જ શહેર છે, જેણે ઈતિહાસમાં ભારતીય વાયુ સેના માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અમે ભારતમાં એવી ઘડિયાળ બનાવવા ઈચ્છએ છીએ, જે ભારતનો ઈતિહાસ બતાવે.’

સખ્ત ટ્રાફિક નિયમો: ભગવાન ‘રામ‘નો પણ ફાટ્યો મેમો! ચૂકવ્યા ₹ 1.41 લાખ