Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કોરોનાની સાયકલ તોડવાનો સુરત મનપાનો છે આ એક્શન પ્લાન

કોરોનાની સાયકલ તોડવાનો સુરત મનપાનો છે આ એક્શન પ્લાન

0
123

સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, જેને નિયંત્રિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરીજનોના આરોગ્યની તકેદારીના ભાગરૂપે કોરોનાની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં રીક્ષા-ટેક્ષી ડ્રાઈવરો, કેશીયરો, એકાઉન્ટન્ટો, કુરિયર, ફૂડ ડીલીવરી કરતા લોકો, સલુનના કર્મચારીઓ અને ઓટો ગેરેજમાં કામ કરતા કર્મચારીઓનું અસરકારક ટેસ્ટિંગ કરવાનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ ઝોનમાં 10મી સપ્ટેમ્બર ગુરૂવારે રીક્ષા સ્ટેન્ડ અનવ ટેક્ષી સ્ટેન્ડ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. 11મી સપ્ટેમ્બર શુક્રવારે તમામ સંસ્થાઓના કેશિયર અને એકાઉન્ટન્ટ વિભાગના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: GTUની ત્રીજા તબક્કાની ઓનલાઈન‌ પરીક્ષાઃ 8357 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન

12મી સપ્ટેમ્બર શનિવારે કુરિયર અને ફૂડ ડીલીવરી સંસ્થાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવશે.

13મી સપ્ટેમ્બર રવિવારના દિવસે તમામ સલુન અને હેર કટિંગની દુકાનોમાં અને 14મી સપ્ટેમ્બર સોમવારના દિવસે તમામ ઓટો ગેરેજ ટેસ્ટિંગ કરવામાં આવશે.

શહેરીજનોને અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા દિનરાત શહેરીજનોના આરોગ્ય વિષયક હિતોને ધ્યાને લઈ કોરોનાના કડક અટકાયતના પગલાઓ લઈ રહી છે,

ત્યારે શહેરના જવાબદાર નાગરિક તરીકે પાલિકાને યોગ્ય સહકાર આપવો તે શહેરીજનોની નૈતિક ફરજ છે.

જેથી આપણે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવાના મહા અભિયાનમાં સફળતા મેળવી શકીએ.

વધુમાં વધુ શહેરીજનો સુરત મહાનગરપાલિકાની આ આરોગ્યલક્ષી ટેસ્ટીંગની સેવાનો લાભ લેવાની અપીલ પણ કરવમાં આવી છે.

મહત્વનું છે કે, સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ક્યારેક વધારો જોવા મળ્યો છે,

ત્યારે મનપા એવી જગ્યાઓ પર ટેસ્ટિંગ કરવા જઈ રહી છે,

જ્યાં લોકોની અવરજવર સૌથી વધારે હોય છે,

સાથે જ ત્યાં સંક્રમણ થવાના સાથે જ અન્ય કોઈને ચેપ લાગવાની શકયતા વધારે હોય છે.