ઓરિસ્સામાં વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળ્યો છે. પોલીસે કહ્યુ કે 15 દિવસમાં આ ત્રીજી ઘટના છે. જગતસિંહપુર જિલ્લાના પારાદીપ ટાપુ પર લંગર નાખેલા જહાજમાં રશિયન નાગરિક મિલાકોવ સર્ગેઇ (51)નું શબ મળ્યુ હતુ.
Advertisement
Advertisement
બાંગ્લાદેશના ચટગાંવ બંદરથી પારાદીપ થઈને મુંબઈ જઈ રહેલા એમબી અલાદના જહાજનો સર્ગેઈ ચીફ એન્જિનિયર હતો. સવારે સાડા ચાર વાગ્યે તે જહાજમાં તેની કેબિનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
પારાદીપ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પી.એલ. હરાનંદે રશિયન એન્જિનિયરના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ડિસેમ્બરના અંતમાં, દક્ષિણ ઓડિશાના રાયગઢ શહેરમાં એક સંસદ સભ્ય સહિત બે રશિયન પ્રવાસીઓ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રશિયન સાંસદ પાવેલ એન્ટોનોવ (65) નું 24 ડિસેમ્બરે કથિત રીતે હોટલના ત્રીજા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું, જ્યારે વ્લાદિમીર બિડેનોવ (61) 22 ડિસેમ્બરે તેમના હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઓડિશા પોલીસ બંને કેસની તપાસ કરી રહી છે.
Advertisement