Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દેશમાં 18થી વધુ વયના કોરોના રસીકરણમાં 92% કામગીરી સાથે ગુજરાત પ્રથમ ક્રમે હોવાનો દાવો

દેશમાં 18થી વધુ વયના કોરોના રસીકરણમાં 92% કામગીરી સાથે ગુજરાત પ્રથમ ક્રમે હોવાનો દાવો

0
32

ગાંધીનગર: કોરોના સંક્રમણ સામે રક્ષણના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણ અભિયાનમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ૧લી મે થી, ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં ૧૮-૪૪ વર્ષની વય જુથના વ્યક્તિઓની કોવિડ-૧૯ રસીકરણની કામગીરી શરૂ થઈ છે. Covid Vaccination

ગુજરાતે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરો તથા ૩ જિલ્લા મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડ-૧૯ના એક્ટીવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં 18 થી 44 ની વયના નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ કરી છે.

રાજ્યના ૧૮-૪૪ વર્ષના વય જુથના યુવાઓનો રસીકરણ માટે ઉત્સાહ જનક બહોળો પ્રતિસાદ મળતા આ ૧૦ જિલ્લા/કોર્પોરેશનમાં કુલ ૬૦,૦૦૦ ડોઝ પ્રથમ દિવસે આપવાના આરોગ્ય વિભાગના આયોજન સામે કુલ ૫૫,૨૩૫ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. નવ રાજયોમાં 18થી 44 વયના કોરોના રસીકરણમાં 92 ટકા કામગીરી સાથે દેશભરના રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે હોવાનો દાવો કર્યો છે.

આજે ગુજરાત સહિત દેશના જે 9 રાજ્યો મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, જમ્મુ -કાશ્મીર, પંજાબ, તામિલનાડુમાં રસીકરણ શરુ થયું છે. દેશના આ રાજ્યોમાં 80 હજાર જેટલા ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત તેમાં 92 ટકા કામગીરી એટલે કે 60 હજાર સામે 55235 ડોઝ આપીને ગુજરાત સમગ્ર દેશમાં આ 18 થી 44ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને રહ્યું હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો:  અમદાવાદ: કોરોનાના સામાન્ય લક્ષણો ધરવતા દર્દીઓ માટે 45 કોવિડ કેર સેન્ટર શરૂ Covid Vaccination

મુખ્યમંત્રી વિજય રૂપાણી સઘન પ્રયત્નોના પરિણામે ગુજરાતને સીરમ ઇન્સ્ટીટ્યુટ, પુના તરફથી ૩૦મી એપ્રિલના રોજ કોવિશિલ્ડ રસીનો ૩ લાખ ડોઝનો જથ્થો પણ પ્રાપ્ત થઈ ગયો છે. 18 થી 44 ની વય જૂથના નાગરિકો માટે રસીકરણ રજીસ્ટ્રેશન ની ઓન લાઇન પ્રક્રિયા 28 એપ્રિલ થી શરુ થતાં જ રાજ્યના આ વય ના લોકોએ વ્યાપક પ્રતિસાદ આપીને મોટા પ્રમાણમાં ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધુ છે તેવા 10 જિલ્લામાં આવા રજીસ્ટ્રેશન થયેલા યુવાઓના રસીકરણને 1 લી મેથી જ અગ્રતા આપી આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું હતું. મુખ્યમંત્રીના આ અભિગમના પ્રતિસાદ રૂપે આજે પ્રથમ દિવસે જ 55235 રસી ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત રસીકરણના ચોથા તબક્કાના પ્રારંભ દિવસે જ દેશ ભરમાં ટોપ પર આવ્યું છે. Covid Vaccination

આ ઉપરાંત રાજ્યમાં આજરોજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને પણ પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ ૧,૬૧,૮૫૮ રસીના ડોઝ આપવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં આજે 1લી મે ના રોજ કુલ ૨,૧૭,૦૯૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat