Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ગર્ભાવસ્થામાં શારીરિક સંબંધ બનાવતા સમયે ધ્યાન રાખવી જોઇએ આ છ બાબતો

ગર્ભાવસ્થામાં શારીરિક સંબંધ બનાવતા સમયે ધ્યાન રાખવી જોઇએ આ છ બાબતો

0
2501

પ્રેગનન્સી દરમિયાન શારિરીક સંબંધ બનાવવાને લઇને ધ્યાન રાખવાનું એક્સપર્ટ કહી રહ્યા છે. આ દરમિયાન સેક્સ સંબંધ બાંધવા પુરી રીતે સુરક્ષિત છે. તેનાથી બાળક કે તેની માતાને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. પરંતુ તેમ છતાં પ્રેગનન્સી દરમિયાન સેક્સ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

ડોક્ટર્સ જણાવે છે કે પ્રેગનન્સીની પ્રથમ અને ત્રીજા મહિના દરમિયાન સંબંધ બાંધવાથી કોઇ પણ પ્રકારનું કોઇ નુકસાન થતું નથી. બીજા મહિના દરમિયાન સંબંધ બાંધી શકાય છે પરંતુ તેમાં કેટલીક કાળજી રાખવી પડે છે.

ડોક્ટરના મતે જો મહિલાને કોઇ પણ પ્રકારની સ્ત્રી સંબંધી બિમારી નથી તો સંબંધ બાંધતા ગર્ભપાત જેવી કોઇ સમસ્યા બિલકુલ થતી નથી. પ્રેગનન્સી બાદ સંબંધ બાંધવાને લઇને ડોક્ટરનું કહેવું છે કે ડિલીવરી બાદ મહિલાઓની કામેચ્છા ઘટી જાય છે. તેના પ્રજનન અંગોમાં કમજોરી આવી જાય છે. એવામાં છ સપ્તાહ સુધી સંબંધ બાંધવા યોગ્ય નથી.

જો પ્રેગનન્સી દરમિયાન સંબંધ દરમિયાન કોઇ રક્તસ્ત્રાવ થાય તો સાવધાન થઇ જાવ અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જો પાર્ટનરને કોઇ જાતીય રોગ હોય એવામાં પ્રેગનન્સી દરમિયાન સંબંધ બાંધવાથી બચવું જોઇએ. પ્રેગનન્સીમાં જો મહિલાને સ્પોર્ટિંગની સમસ્યા હોય તો સંબંધ બાંધવા જોઇએ નહી કારણ કે તેવામાં ગર્ભપાતનો ખતરો વધી જાય છે.

પ્રેગનન્સી દરમિયાન સંબંધ બાંધતા સમયે ધ્યાન રાખવું જોઇએ કે મહિલાના પેટ પર વધુ દબાણ આવે નહીં. કારણ કે તેનાથી મહિલાને મુશ્કેલી પડી શકે છે અને ગર્ભમાં રહેલું બાળક અસહજ અનુભવી શકે છે. પ્રેગનન્સી દરમિયાન સેક્સ માણતા સમયે ઝડપ ના કરવી જોઇએ. તેમ કરવાથી મહિલાના ગર્ભાશયને નુકસાન પહોંચી શકે છે. પ્રેગનન્સી દરમિયાન મહિલા બાળકનું વજન ઉઠાવવામાં મુશ્કેલી અનુભવી રહી હોય તો સંબંધ બાંધવા જોઇએ નહીં.

અજબ-ગજબ: અહીં મહિલાઓ ખુલ્લેઆમ બાંધી રહી છે પોતાની ‘બ્રા’, કારણ જાણીને થશો દંગ