Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > સેક્સની ઉતેજનાને ખત્મ કરી દે છે આ ખરાબ આદતો

સેક્સની ઉતેજનાને ખત્મ કરી દે છે આ ખરાબ આદતો

0
93

તમામ કપલ્સ ઇચ્છે છે કે તેમના સંબંધોમાં ઉષ્મા અને ઉન્માદ જળવાય અને અનેકવાર તેને પામવા માટે આપણે ખૂબ મહેનત પણ કરીએ છીએ. પરંતુ આપણી કેટલીક ખોટી આદતો અને કુટેવને કારણે પાર્ટનરની સેક્સ સંબંધિત ઉતેજના ખત્મ થઇ જાય છે અને બંન્ને વચ્ચે અંતર થવા લાગે છે. બંન્ને એકબીજાના સહવાસને માણવાનું ટાળતા રહે છે.

જો તમે બેડ પર એકલા સૂતા હોય તો મનફાવે તે રીતે સૂઇ શકો છો. પરંતુ જ્યારે એક જ બેડ પર પાર્ટનર સાથે સૂતા હોય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવામાં બંન્નેમાંથી કોઇ એક વ્યક્તિને નસકોરા બોલાવવાની ટેવ હોય તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિને તે પસંદ પડશે નહી અને તેને ઉંઘમાં ખલેલ પહોંચશે. બીજો પાર્ટનર તમારા નસકોરાના અવાજથી બચવા માટે અન્ય રૂમમાં જતો રહેશે જેથી તમારી વચ્ચે રોમાન્સ જળવાશે નહીં.

એક પુખ્ત વ્યક્તિ હોવાને કારણે તમામ લોકો જાણે છે કે જીવનમાં પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શરીરની સફાઇનું ખૂબ ધ્યાન રાખવું પડે છે નહી તો સામેવાળા વ્યક્તિને તમારી નજીક આવવું પસંદ પડશે નહીં. તમારા શરીરમાંથી આવતી દુર્ગંધ તમારા પાર્ટનરની ઉતેજનાને ખત્મ કરી દેશે.

જો તમે ઓફિસમાં મોડી રાત સુધી કામ કરતા હોવ તો કામને તમે ઓફિસથી ઘરે લઇ આવો છો તે તમારા પાર્ટનરને પસંદ પડશે નહી કારણ કે તેને લાગશે કે તમે તેને ઓફિસના કામમાં ભૂલી ગયા છો અને તેને સમય આપતા નથી. આ આદતો તમારી સેક્સ લાઇફ પર વિપરીત અસર પાડે છે. કામનું ટેન્શન પણ તમારી કામેચ્છાને ખત્મ કરી દે છે.

હાલના સમયમાં લોકો ઓફિસથી ઘરે આવીને પણ પાર્ટનર સાથે સમય પસાર કરવાને બદલે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતા હોય છે. આ ટેવ ખૂબ ખોટી છે. હાલના સમયમાં કપલ્સના રોમાન્સમાં સૌથી વધુ બાધારૂપ હોય તો તે છે ટેન્શન. પછી તે પર્સનલ હોય કે પછી ઓફિસના કામ સંબંધિત હોય. તમારા ટેન્શનને મેનેજ કરતા શીખો જેથી તેની તમારા સંબંધ પર અસર પડે નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat