Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > પર્સમાં આ 5 વસ્તુ રાખવાથી ક્યારેય તમારો ખિસ્સો ખાલી નહીં થાય

પર્સમાં આ 5 વસ્તુ રાખવાથી ક્યારેય તમારો ખિસ્સો ખાલી નહીં થાય

0
204

પર્સ સામાન્ય રીતે પૈસા રાખવા અને ઘણી એવી કિંમતી વસ્તું રાખવા માટે વપવામાં આવે છે. એકંદરે આ પૈસા રાખવા માટેની જગ્યા પણ છે. તેથી પર્સ વાપરવામાં થોડી સાવધાની રાખવી જોઈએ. આ સરળતાથી સંપત્તિના આગમનને મંજૂરી આપશે અને તમારી પાસે પૈસાની કમી રહેશે નહીં. પર્સમાં પાંચ વિશેષ ચીજો રાખવી જ જોઇએ.

પર્સમાં આપણે ગુરુ અથવા દેવી દેવતાઓના ફોટા ના રાખવા જોઈએ. આપણે પરિવારના ફોટા રાખી શકીએ છીએ. તમે ઈચ્છો તો “ॐ” અથવા વાસ્તવિક “પ્રતીક”રાખી શકો છે. જે પણ ફોટો અથવા પ્રતીક રાખો તે કંયાથી પણ ફાટેલો અથવા કપાયેલો ન હોવો જોઈએ.

આ પણ વાંચો: તહેવારો પૂર્વે જ તેલના ભાવમાં ભડકોઃ સીંગતેલમાં બે દિવસમાં ડબ્બે 45 રૂપિયા વધ્યા

પર્સમાં રુપિયા અને પૈસા સારી રીતે રાખો. પર્સમાં વાળીને અથવા દબાવીને રુપિયા ન રાખવા જોઈએ. જો કે, સારી રીતે પર્સ ખોલશો તો ઘનનો બગાડ નહી થાય.

તમારા પર્સમાં સોનાનો અથવા પિત્તળનો ચોરસ રાખો. તેને ગંગા જળથી ધોઈને ગુરુવારે રાખો. દર મહિને તેને સાફ કરો. આ તમારા પર્સમાં કાયમી પૈસા રાખશે.

પર્સમાં થોડાજ કાગળ રાખો. વધારે પ્રમાણમાં કાગળ ન રાખવા જોઈએ. વધારે પ્રમાણમાં કાગળો રાખવાથી ઘનનો બગાડ થાય છે આ સાથે તમારો પર્સ પણ ગાયબ થઈ જવાનો ભય રહે છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય બજારમાં હકારાત્મક ટ્રેન્ડના લીધે સોનુ-ચાંદી ઉચકાયા

આપણા પર્સમાં પોતાની રાશિની વસ્તું જરુર રાખો. જે વસ્તુ પોતાની રાશિ પર આધારિત હોય તેની નાની નિશાની રાખો. તમે પોતાની રાશિથી સંભવિત રંગની કોઈ વસ્તુ રાખી શકો છો. જેનાથી ઘનની પ્રાપ્તિ વધારે થઈ શકે છે.