Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા: અથર્વ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી, ફરિયાદ

રાજપીપળા: અથર્વ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી, ફરિયાદ

0
528

રાજપીપળા: “લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે” એ કહેવત સાર્થક કરતી એક ઘટના નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં બન્યો છે. અથર્વ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ ડેડીયાપાડા વિસ્તારના લોકો પાસે દર મહિને હપ્તા સ્વરૂપે ઇન્વેસ્ટમેન્ટ કરાવી અંતે લોકોના કરોડો રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકમાં 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

શું છે ઘટના

સુરત જિલ્લાના ઉમરપાડાના દિનેશ તાપસિંહ વસાવા તથા વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારના માવજી જાદવ ડેડીયાપાડા મોસ્કુટના સુમિત્રા વસાવાની ઘરે અથર્વ ફોર યુ ઈંફા એન્ડ એગ્રો લી. નામની કંપનીમાં સારી બચતની યોજનાઓ લઈને આવ્યા હતા. રોકાણ કરેલા રૂપિયા ઓછી મુદતમાં સારા વ્યાજ સાથે મળશે એવી અનેક લોભામણી સ્કીમો આપી એ મહિલાએ એજન્ટ બનાવી આવા અન્ય એજન્ટો બનાવશો તો કમિશન પણ મળશે એમ જણાવ્યું હતું. એ લોભામણી સ્કીમો સાંભળી એ મહિલા એજન્ટ બની ગઈ હતી. ડેડીયાપાડા ખાતે અથર્વ ફોર યુ ઈંફા એન્ડ એગ્રો લી ની એક બ્રાન્ચ પણ ખોલાઈ હતી જેના બ્રાન્ચ મેનેજર તરીકે ડેડીયાપાડા નિવલદાના સેંગા બુધીયા વસાવા અને અને કેશિયર તરીકે ચીકદાના હિતેશ રતન વસાવાની નિમણુંક કરાઈ હતી. સુમિત્રા વસાવાને આ કંપનીની મુંબઇ સહિત અલગ અલગ જગ્યાઓ પરની ઓફીસ પર લઈ જઈ કંપનીના અન્ય હોદ્દેદારો અને માલિક સાથે ભેટો પણ કરાવાયો હતો. ધીમે-ધીમે ડેડીયાપાડા વિસ્તારમાં આ લોકોએ ગ્રાહકો વધારી ખાતાઓ ખોલી હપ્તા સ્વરૂપે ઓફિસમાં નાણાં પણ સ્વીકાર્યા હતા. અંતે બન્યું એવું અથર્વ ફોર યુ ઈંફા એન્ડ એગ્રો લી ના હોદ્દેદારોએ રોકાણકારોના 1,69,64,700 રૂપિયા રોકાણકારોને ન આપી રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે ડેડીયાપાડા મોસ્કુટના સુમિત્રા વસાવાએ 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

દિનેશ તાપસિંહ વસાવા(ઉમરપાડા સુરત), માવજી જાદવ(વલસાડ),વિવેકાનંદ ગણપત દૂધલાવાડી(પાલઘર મહારાષ્ટ્ર),અનંતા ઉમા મૂળે(પાલઘર મહારાષ્ટ્ર), દલ્લુ ચૌધરી (સેલવાસ), ધીરુભાઈ કુરકુટિયા (સેલવાસ), શિવાજી શંકર નિકાડે (ચેરમેન અથર્વ ફોર યુ ઈંફા એન્ડ એગ્રો લી. ), ડાયરેક્ટરોમાં ગણેશ હજારે,લુકમાન શેખ,સુલિન્ડર ચૌહાણ,મુકેશ સુંદેશા,સચિન ગોસાવી,સેંગા બુધીયા વસાવા તથા હિતેશ રતન વસાવા.

મુકેશ અંબાણીને મોટો ઝટકો, એક દિવસમાં ગુમાવ્યા 17 હજાર કરોડ: રિપોર્ટ