Gujarat Exclusive > રાજનીતિ > પાર્ટીનો કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોણ નિર્ણય લઇ રહ્યુ છે- કપિલ સિબ્બલ

પાર્ટીનો કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોણ નિર્ણય લઇ રહ્યુ છે- કપિલ સિબ્બલ

0
57

નવી દિલ્હી: કોંગ્રેસમાં આંતરિક વિવાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યુ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલે પત્રકાર પરિષદ કરી હતી. પોતાની નારાજગી વ્યક્ત કરતા કપિલ સિબ્બલે દુર્ભાગ્યથી કોંગ્રેસ પાસે કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોંગ્રેસમાં કોણ નિર્ણય લઇ રહ્યુ છે.

લોકો પાર્ટી છોડીને જઇ રહ્યા છે તેની પર વિચારવાની જરૂરત છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બોલાવવાની માંગ કરી છે. કપિલ સિબ્બલે કહ્યુ, હું તમને (મીડિયા) તે કોંગ્રેસીઓ તરફથી બોલી રહ્યો છું જેમણે ગત વર્ષે ઓગસ્ટમાં પત્ર લખ્યો હતો. પત્ર લખ્યા બાદ પણ અમે CWC અને કેન્દ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં જવાની કાર્યવાહીની રાહ જોઇ રહ્યા છે.

કપિલ સિબ્બલે કહ્યુ, ‘રાહ જોવાની પણ એક હદ હોય છે. અમે ક્યાર સુધી રાહ જોઇશુ. અમે માત્ર એક મજબૂત સંગઠનાત્મક ઢાંચા ઇચ્છીએ છીએ. કેટલીક વાતો હોવી જોઇએ. CWCમાં કોઇ પણ મુદ્દા પર ચર્ચા થવી જોઇએ. પંજાબની સ્થિતિ પર ચર્ચા થવી જોઇએ. અમે કોઇની વિરૂદ્ધ નથી. અમે પાર્ટી સાથે છીએ પરંતુ ફેક્ટ આ છે કે અમારી પાર્ટીનો કોઇ ચૂંટાયેલો અધ્યક્ષ નથી. કપિલ સિબ્બલે કહ્યુ કે, પ્રદેશ કોંગ્રેસ કમિટીને દિલ્હીથી કંટ્રોલ ના કરવી જોઇએ.

જી હુજૂર 23 નથી

કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યુ, અમે જી હુજૂર 23 નથી. આ બિલકુલ સ્પષ્ટ છે. અમે વાત કરતા રહીશુ. અમે પોતાની માંગને દોહરાવવાનું ચાલુ રાખીશુ.

પાર્ટી છોડીને ગયેલા નેતાઓને કરી પરત આવવાની માંગ

એક સીમાવર્તી રાજ્ય (પંજાબ) જ્યા કોંગ્રેસ પાર્ટી સાથે એવુ થઇ રહ્યુ છે, જેનો શું અર્થ છે? તેનાથી ISI અને પાકિસ્તાનને ફાયદો છે. કોંગ્રેસને સુનિશ્ચિત કરવુ જોઇએ કે તે એકજૂટ રહે. જો કોઇને તકલીફ છે તો તે પાર્ટીના સીનિયર નેતા સાથે ચર્ચા કરો.

જે કોંગ્રેસના લોકો અમને છોડીને ચાલ્યા ગયા છે તે પરત આવી જાય કારણ કે કોંગ્રેસ જ એવી વિચારધારા છે જે આ દેશની બુનિયાદ છે જેના આધાર પર અમારી રિપબ્લિક બની હતી તેને યથાવત કરી શકે છે.

આ પણ વાંચો: શાહિન વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા, ભારેથી અતિભારે વરસાદની આગાહી

કપિલ સિબ્બલે કહ્યુ, ‘લોકો અમને છોડી રહ્યા છે, સુષ્મિતાજી જતા રહ્યા. ફેલેરિયો જતા રહ્યા, સિધિંયા પણ જતા રહ્યા, જિતિન પ્રસાદ ગયા, કેરળથી સુધીરન જતા રહ્યા. હવે સવાલ એ છે કે લોકો કેમ જઇ રહ્યા છે? એક તાર્કિક ઉત્તર હોવો જોઇએ. આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યુ કે કોંગ્રેસ વર્કિગ કમિટીએ ચર્ચા કરવી જોઇએ.

કપિલ સિબ્બલે કહ્યુ, ‘અમે કોંગ્રેસ વિરૂદ્ધ નિવેદન નથી આપી રહ્યા પરંતુ અમે કોંગ્રેસ સાથે છીએ. પંજાબમાં જે ઘટનાઓ બની રહી છે, અમે તેમની પર કઇ નથી કહ્યુ. અમે ચુપ રહ્યા. સિદ્ધૂ મામલે પણ અમે એમ જ કહ્યુ કે આ વાત પબ્લિક પ્લેટફોર્મ પર નહી પણ પાર્ટી ફોરમમાં થવી જોઇએ. અમે કોઇ વ્યક્તિની વિરૂદ્ધ નથી. જો આવુ જ ચાલતુ રહ્યુ તો અમે પણ એક પાર્ટી સાથે ચાલીશુ. કોંગ્રેસનું નુકસાન થવાનો અર્થ દેશના પાયાનું નબળુ પડવાનો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat