Gujarat Exclusive > ગુજરાત > આગોતરા જામીન અરજી સ્વીકારવા કે ફગાવવાની કોઈ સીધી ફોર્મ્યુલા નથી- ગુજરાત હાઈકોર્ટ

આગોતરા જામીન અરજી સ્વીકારવા કે ફગાવવાની કોઈ સીધી ફોર્મ્યુલા નથી- ગુજરાત હાઈકોર્ટ

0
106

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસને લગતી આગોતરા જામીન અરજીમાં મહત્વપૂર્ણ અવલોકન કરતા નોંધ્યું હતું કે “આગોતરા જામીન અરજી મંજુર કે ફગાવવાની કોઈ સીધી ફોર્મ્યુલા નથી પરંતુ દરેક આગોતરા જામીન અરજીમાં કેસના તથ્યોના આધારે નિર્ણય લેવો જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે PSI શ્વેતા જાડેજાના બનેવી અને લાંચ કેસમાં સહ-આરોપી દેવેન્દ્ર ઓડેદરાના આગોતરા જામીન ફગાવતા નોંધ્યું હતું કે આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે અને તેમણે આંગડિયા મારફતે શ્વેતા જાડેજા વતી લાંચ આંગડિયા મારફતે સ્વીકારી હોવાનો આક્ષેપ છે. આરોપી ઓડેદરા દ્વારા તપાસ અધિકારીને તપાસમાં સહયોગ આપવામાં આવ્યું નથી અને ભ્રષ્ટચારની મોટી રકમ આરોપી પાસેથી રિકવરી અંગે વધુ કસ્ટડીયલ તપાસની જરૂર હોવાથી આગોતરા જામીન આપવી શકાય નહિ.

આ મુદ્દે સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી દેવેન્દ્ર ઓડેદરાએ પીએસઆઇ શ્વેતા જાડેજા વતી આંગડિયા મારફતે 40 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી છે. આ મુદ્દે અરજદારના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે FIRમાં આરોપીનું નામ સામેલ નથી પરંતુ આંગડિયા પેઢીના નિવેદનના આધારે કેસમાં સંડોવાયા છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માંગ, હાઈકોર્ટમાં PIL

આ તો ડ્રેસ ની વિગત એવી છે કે અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ શ્વેતા જાડેજાએ ફરિયાદીને બે કેસમાં પાસા હેઠળ નાખવા માટે 35 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને આ રકમ આંગળીયા મારફતે દેવેન્દ્ર ઓડેદરાએ સ્વીકારી હોવાનો આક્ષેપ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9