Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > એક ટૂલકિટ ઉપર મચી છે દેશમાં ધમાચકડી, જૂઓ ગાંધીજી અને RSSની ટૂલકિટ

એક ટૂલકિટ ઉપર મચી છે દેશમાં ધમાચકડી, જૂઓ ગાંધીજી અને RSSની ટૂલકિટ

0
47

દેશમાં ટૂલકિટ પર ધમાલ મચી તો એકાએક ડો. જીન શાર્પની યાદ આવી ગઈ. અમેરિકાના ફેમશ પોલિટિકલ સાઈન્ટિસ્ટ જીન શાર્પે સામાજિક-રાજકીય પ્રદર્શનોની 200 રીતે સૂચવી છે. જેમ કે, કામ કરવાની જગ્યાથી ઉઠીનને ચૂપચાપ જતું રહેવું, મૌન ધારણ કરી લેવું, સહયોગ ના કરવો અને અહીં સુધી કે સેક્સ હડતાલ ઉપર જતું રહેવું.

જો ટૂલકિટનો અર્થ, પ્લાન ઓફ એક્શન છે એટલે કોઈ કામને અંજામ આપવાની યોજના છે તો આવા ટૂલકિટ્સનો ઉપયોગ લાંબા સમયથી થઈ રહ્યો છે. શું તમે જાણવા માંગશો કે, આવા ટૂલકિટ્સ ક્યારે-ક્યારે અને કોણે-કોણે બનાવ્યા છે. તે પહેલા આપણે જાણી લઈએ કે, ટૂલકિટ એટલે શું?

ટૂલકિટ એટલે શું?

વર્તમાન સમયમાં દુનિયાના અલગ-અલગ ભાગોમાં જે પણ આંદોલન ચાલી રહ્યાં છે, તે પછી બ્લેક લાઈવ્સ મેટર હોય, અમેરિકાનું એન્ટી લોકડાઉન પ્રોટેસ્ટ હોય, પર્યાવરણ સાથે જોડાયેલ ક્લાઈમેન્ટ સ્ટ્રાઈક કેમ્પન હોય અથવા પછી બીજા આંદોલન હોય. બધી જ જગ્યાએ આંદોલન સાથે જોડાયેલા લોકો કેટલાક એક્શન પોઈન્ટ્સ તૈયાર કરે છે, એટલે કેટલીક એવી ચીજો તૈયાર કરે છે જે આંદોલનને આગળ વધારવા માટે ઉપયોગી થઈ પડે.

જે દસ્તાવેજમાં આ એક્શન પોઈન્ટને નોંધવામાં આવે છે, તેને ટૂલકિટ કહે છે. મૂળરૂપે આ કોઈપણ આંદોલનની ઓનલાઈન અથવા ઓફલાઈન ચલાવવાની પ્લાનિંગ હોય છે. જ્યારે ઈન્ટરનેટ અને મોબાઈલનો જમાનો નહતો, ત્યારે આંદોલનમાં ભાગ લેનારાઓ ડાયરીમાં પ્લાનિંગ લખતા હતા. ઉદાહરણ તરીકે- ક્યા ભેગા થવું, કયા નારા લગાવવા, કયા મુદ્દા ઉપર ભાર આપવામાં આવશે વગેરે વગેરે… ટેકનોલોજી બદલાઈ તો ગૂગલ ડોક ઉપર પ્લાનિંગ શરૂ થઈ. આનાથી સરળતા થઈ ગઈ કે, આંદોલનમાં ભાગ લેનાર કોઈપણ આંદોલનકારીને આ ડોકમાં કંઈપણ જોડવાની-ઘટાડવાની સુવિધા મળી રહે છે. તે પણ રિયલ ટાઈમ.

આ દસ્તાવેજ માટે ‘ટૂલકીટ’ શબ્દનો ઉપયોગ સોશિયલ મીડિયાના સંદર્ભમાં વધુ થાય છે, પરંતુ સોશિયલ મીડિયાની રણનીતિ ઉપરાંત ભૌતિક રૂપથી સામૂહિક પ્રદર્શન કરવાની જાણકારી આપી દેવામાં આવે છે.

ટૂલકિટને મોટાભાગે તેવા લોકો વચ્ચે શેર કરવામાં આવે છે, જેમની હાજરી આંદોલનના પ્રભાવને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

એવામાં ટૂલકિટને કોઈપણ આંદોલનની રણનીતિનો મહત્વપૂર્ણ કહેવું ખોટુ ગણાશે નહીં.

ટૂલકિટને તમે દિવારો પર લગાવવામાં આવનાર પોસ્ટરનો આધુનિક રૂપ કહી શકો છો, જેનો ઉપયોગ વર્ષોથી આંદોલન કરનારા લોકો અપીલ અથવા આહ્વાન કરવા માટે કરતા રહ્યાં છે.

સોશિયલ મીડિયા અને માર્કેટિંગના વિશેષજ્ઞો અનુસાર, આ દસ્તાવેજોનો મુખ્ય હેતુ લોકો (આંદોલનના સમર્થકો)માં સમન્વય સ્થાપિત કરવાનો છે. ટૂલકિટમાં સામાન્ય રીતે તે કહેવામાં આવે છે કે, લોકો શું લખી શકે છે, કયા હેશટેગનો ઉપયોગ કરી શકે છે, ક્યા સમયથી ક્યા સમય વચ્ચે ટ્વિટ અથવા પોસ્ટ કરવાથી ફાયદો થશે અને કોને ટ્વિટ્સ અથવા ફેસબુક પોસ્ટમાં સામેલ કરવાથી ફાયદો થશે.

ગાંધીજીની ટૂલકીટ

મહાત્મા ગાંધીએ અંગ્રેજ સરકારના નમક કાયદાનો વિરોધમાં દાંડી માર્ચ કર્યો હતો. તે ઉપરાંત મહાત્મા ગાંધીએ પણ એક ટૂલકિટ બનાવી હતી. જેમાં સંપૂર્ણ યોજના માટેની બ્લુપ્રિન્ટ તૈયાર હતી.

તેની શરૂઆત ફેબ્રુઆરી 1930થી થઈ, જ્યારે ગાંધીજીએ સાબરમતીથી નિવેદન રજૂ કરવાની શરૂઆત કરી. તેઓ પોતાની દરેક પ્રાર્થના સભામાં તે વિશે વાત કરતા અને પ્રેસને તેના સંબંધમાં જાણકારી આપતા. ભારતથી લઈને યૂરોપ અને અમેરિકાના સમાચાર પત્રોએ તે વિશે સમાચારો છાપવા શરૂ કરી દીધા.

આ પછી, ગાંધીજીએ માર્ચ માટે લોકોને પસંદ કરવાનું શરૂ કર્યું. તેઓ કોંગ્રેસીઓની જગ્યાએ પોતાના અનુયાયિઓ સાથે આ પગપાળા યાત્રા શરૂ કરવા ઈચ્છતા હતા, જેમાં ગજબનો અનુશાસન હોય.

ગાંધીજીએ 2 માર્ચ 1930માં લોર્ડ ઈરવિનને નમક સત્યાગ્રહ વિશે જણાવ્યું અને 12 માર્ચે તેને અમદાવાદ સ્થિ સાબરમતી આશ્રમથી શરૂ કર્યો. આ પગપાળા માર્ચનો રસ્તો નક્કી હતો. આ માર્ચ ચાર જિલ્લાઓ અને 48 ગામડાઓમાં થઈને પસાર થવાની હતી. લોકોની ક્ષમતા, ગામડાઓમાં પોતાના સંપર્ક સૂત્રો અને સમયના આધાર પર આખો રૂટ નક્કી કરવામાં આવ્યો. ગાંધીજીએ પોતાના સ્કાઉટ્સને ગામે-ગામ મોકલ્યા જેથી સ્થાનિક લોકોને પોતાની યોજના વિશે માહિતી આપી શકે. દરેક ગામમાં ગાંધીજીએ લોકોને સંબોધિત કર્યા. ગાંધીજીના દરેક ભાષણોને ભારતીય અને વિદેશી પ્રેસે કવર કર્યા, જેથી માર્ચને આંતરાષ્ટ્રીય સ્તર પર લોકપ્રિય બનાવી શકાઇ.

દાંડીથી 20થી 30 વર્ષ વચ્ચેના 78 લોકો ગાંધીજી સાથે નિકળ્યા હતા. રસ્તામાં હજારો લોકોને જોડવાના હતા. લગભગ 50 હજાર લોકોએ આ માર્ચમાં ભાગ લીધો હતો. તે યોજના પણ બનાવવામાં આવી કે આખી યાત્રામાં નાઈટ સ્ટે ક્યા-ક્યા કરવામાં આવશે. આરામના દિવસો પણ નિશ્ચિત હતા. 17 માર્ચે આણંદમાં, 24 માર્ચે સામનીમાં અને 31 માર્ચે ડેલાદમાં આરામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

6 એપ્રિલે ગાંધીજી અને તેમના સાથીઓએ દાંડીમાં સમુદ્રના પાણીમાંથી નમક બનાવ્યું. ગાંધીએ બનાવેલું એક ચપટી નમક 1,600 રૂપિયામાં વેચાયું. દાંડીમાં નમક કાયદો તોડવા પર ગાંધીજી અને બીજા સત્યાગ્રહિઓની અંગ્રેજી હુકુમતે ધરપકડ કરી. આમ ગાંધીજીએ દાંડી માર્ચ માટેની જે લેખિતમાં યોજના બનાવી હતી તેને આપણે ટૂલકિટ કહીશું તો ખોટું ગણાશે નહીં.

હવે ટૂલકિટની અન્ય વાતો પર નજર નાખીએ, જેના પર ધમાચકડી મચી છે….

ગ્રેટાની ટૂલકિટ
જે ટૂલકિટ પર ધમાચકડી મચી છે, જેમાં સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે શું લખ્યું છે? તે પણ જાણી લો.

સૌથી પહેલા 25 જાન્યુઆરીએ ખેડૂતો સાથે સોલિડૈરિટી એટલે એકતા બતાવવા માટે વીડિયો મેસેજ અથવા ફોટો ઈમેલથી મોકલવાની વાત કહેવામાં આવી છે. પછી 26 જાન્યુઆરી અથવા તેનાથી પહેલા ડિજિટલ સ્ટ્રાઈક કરવા માટે કહેવામાં આવ્યું છે- જેના માટે એક હૈશટેગ આપવામાં આવ્યું છે.

23 જાન્યુઆરીથી ટ્વિટ કરવાનું કહેવામાં આવ્યું છે, જેમાં કોઈ ઈચ્છે તો વડાપ્રધાનથી લઈને પોતાના રાજ્યના મુખ્યમંત્રી સુધીને ટેગ કરી શકે છે. મોટા-મોટા લોકોને પોતાના ટ્વિટ અથવા પોસ્ટમાં ટેગ કરવાનું ચલણ સોશિયલ મીડિયા ઉપર ખુબ છે.

23 જાન્યુઆરીએ જ જૂમ સેશનમાં ખેડૂતોની સ્થિતિ પર ચર્ચાની માહિતી આપવામાં આવી, તે પછી 26 જાન્યુઆરીએ ઈન્સ્ટા લાઈવ કરવાની વાત થઈ જેમાં પર્યાવરણ માટે કામ કરનારા અન્ય નેતા ભાગ લેશે.

સરકારી ઓફિસો, ભારતીય દૂતાવાસો, મીડિયા હાઉસ વેગેર સામે પ્રદર્શન કરવાની અપીલ કરી છે. ખેડૂત આંદોલનમાં ભાગ લેવા અને તેને સમર્થન આપવાનું કહેવામાં આવ્યું છે.સ

ઓનલાઈન પીટિશનને સાઈન કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ માહિતી આપવામાં આવી છે કે, પ્રદર્શનકારી ખેડૂતોની કેવી રીતે મદદ કરી શકાશે.

RSSની ટૂલકિટ

આરએસએસ પણ પોતાના કાર્યક્રમો માટે ખુબ જ મોટી પ્લાનિંગ કરે છે અને તેના માટે પોતાની ટૂલકિટ પણ બનાવે છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર અનેક વર્ષ પહેલા તેને શહેરોમાં પોતાના પ્રચાર માટે એક ફૂલપ્રૂફ યોજના બનાવી હતી.

યોજનાના ભાગ રૂપે આરએસએસએ વિવિધ શહેરોના રહેણાંક વિસ્તારોની સોસાયટીઓને પસંદ કરી. તેમણે સોસાયટીઓ માટે એપાર્ટમેન્ટ હેડ બનાવ્યા. એપાર્ટમેન્ટના પ્રમુખ મૂળરૂપે આરએસએસના વર્કર હતા. સામાન્ય રીતે તેઓ તળિયા સ્તરના કાર્યકર હતા.

ગ્રાઉન્ડ લેવલ સ્તરના કાર્યકરનું કામ હશે, એપાર્ટમેન્ટમાં પોતાની વિચારસરણીવાળા લોકોની ઓળક કરવાની અને તેમના બધા દ્વારા અન્ય રહેવાસીઓ સાથે ગ્રુપ મીટિંગ કરવામાં આવશે. આ મીટિંગ સપ્તાહમાં એક વખત કરવામાં આવશે. ગ્રાઉન્ડ લેવલનો કાર્યકર્તા પૂરેપૂરી કોશિશ કરશે કે લોકો શાખાનો હિસ્સો બને.

એપાર્ટમેન્ટ પ્રમુખ તે પણ સુનિશ્ચિત કરશે કે, રક્ષાબંધન, ગુરૂપૂર્ણિમા અને મકર સંક્રાંતિ જેવા કાર્યક્રમ સામૂહિક રૂપે મનાવશે. તે ઉપરાંત આરએસએસ વર્કર શાખાની પત્રિકાઓને એપાર્ટમેન્ટમાં ફ્રિમાં વહેંચશે. આ પત્રિકાઓ આરએસએસની માઉથપીસ છે.

આમ આરએસએસની પ્રતિદિવસે શાખાનું કાર્યક્રમ પણ નક્કી હોય છે. જેવી રીતે દૈનિક મિલનનું કાર્યક્રમ એક કલાકનો રહે છે. એક નક્કી જગ્યા પર, નક્કા સમયે લોકો એકઠા થશે. પછી ભગવો ઝંડો ફરકાવવામાં આવશે. કસરત કરવામાં આવશે. રમત વગેરે રમવામાં આવશે. ધર્મ ઉપર વાતચીત થશે. પછી ભગવાનની પ્રાર્થના થશે અને તે પછી લોકો પોત-પોતાના ઘરે જતા રહેશે.

સરકારના પણ પોતાના ટૂલકિટ્સ પબ્લિક ડોમેનમાં છે

આમ સરકારે અને ગેર સરકારી સંગઠન પણ પોતાના ટૂલકિટ્સ નિકાળે છે. ઈન્ડસ્ટ્રી અને ઈન્ટરનલ ટ્રેડનું પ્રમોશન કરનારા સરકારી વિભાગની વેબસાઈટ પર પોલીસ માટે આઈપીઆર એનફોર્સમેન્ટ ટૂલકિટ હાજર છે. ન્યાય અને વિધિ મંત્રાલયનું લીગલ લિટરેસી પ્રોજેક્ટ પણ પબ્લિક ડોમેનમાં છે, જે જણાવે છે કે, કોઈપણ સ્થિતિમાં કાયદાકીય સલાહ કેવી રીતે મેળવી શકાય છે. કોવિડ-19 મહામારી દરમિયાન લોકડાઉનના દરેક તબક્કાને ખત્મ થવા પર સરકારે બધા જ વિભાગો માટે એસઓપી રજૂ કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat