Gujarat Exclusive > દેશ-વિદેશ > એર સ્ટ્રાઇક પર ઇન્ડિયન આર્મીની સ્પષ્ટતા: PoKમાં કોઇ પણ પ્રકારની એર સ્ટ્રાઇક નથી થઇ

એર સ્ટ્રાઇક પર ઇન્ડિયન આર્મીની સ્પષ્ટતા: PoKમાં કોઇ પણ પ્રકારની એર સ્ટ્રાઇક નથી થઇ

0
228

નવી દિલ્હી: ભારતીય સેનાના PoKમાં એર સ્ટ્રાઇકના અહેવાલો બાદ ઇન્ડિયન આર્મીએ સ્પષ્ટતા કરી છે. ઇન્ડિયન આર્મીએ કહ્યુ છે કે કોઇ પણ પ્રકારનું ફાયરિંગ નથી થયુ અને PoK પર કોઇ એરસ્ટ્રાઇક થઇ નથી. PTIએ જાહેર કરેલો અહેવાલ 13 નવેમ્બરનો છે.

ભારતીય મીડિયાએ તપાસ વગર જ ખોટા સમાચાર ચલાવ્યા

ભારતીય મીડિયાએ ન્યૂઝ એજન્સી PTIના નામે ખોટા સમાચાર ચલાવ્યા હતા કે, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં એર સ્ટ્રાઇક કરી છે. જેમાં મોટાભાગના પાકિસ્તાની અને વિદેશી આતંકવાદી માર્યા ગયા છે. ભારતે PoKમાં લોન્ચપેડ પર હુમલો કર્યો હતો.” જોકે, ઇન્ડિયન આર્મીએ આ મામલે સ્પષ્ટતા કરી હતી. ઇન્ડિયન આર્મીએ કહ્યુ કે કોઇ પણ પ્રકારની PoKમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી નથી. ભારતીય સૈન્ય કાર્યવાહીના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંઘે પણ આ સમાચાર ખોટા હોવાની પૃષ્ટી કરી હતી.

ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ કરી હતી પ્રથમ એર સ્ટ્રાઇક

ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ PoKમાં એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇકમાં વાયુસેનાના 12 મિરાજ-2000 ફાઇટર જેટે બાલાકોટમાં બોમ્બ ફેક્યા હતા. દાવો હતો કે જેમાં 300થી વધુ આતંકી માર્યા ગયા હતા. વાયુસેનાએ આ મિશનને ‘ઓપરેશન બંદર’ નામ આપ્યુ હતું.