Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના તબીબના જામનગરનાં બંગલામાં અઢીસો ડોલર સહિત લાખોની ચોરી

અમદાવાદના તબીબના જામનગરનાં બંગલામાં અઢીસો ડોલર સહિત લાખોની ચોરી

0
45

ગાયનોકલિજિસ્ટ અને તેમના માતા-પિતા અમદાવાદમાં હતા, તસકરો બંધ ઘરમાં હાથફેરો કરી ગયા

જામનગર/અમદાવાદઃ અમદાવાદના તબીબના જામનગરના બંગ્લામાં લાખોની ચોરી (Theft in Jamnagar) થઇ ગઇ. તસ્કરો વાલ્કેશ્વરીનગરીના પોશ વિસ્તારના બંગલામાં ઘૂસી અમેરિકન ડોલર, રોકડ અને દાગીના સહિત 3 લાખથી વધુની મત્તાની ચોરી કરી ગયા.

જામનગરના સીટીબી ડીવીઝન પોલીસ મથકે ડોલર, રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાઇ છે. જેને પગલે પોલીસે આસપાસના CCTV કેમેરા તપાસી આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હવામાનમાં આવશે પલટો, 24 કલાકમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા

ડો. વિવેકના માતા-પિતા અમદાવાદ આવતા ચોરી

પ્રાપ્ત વિગત મુજબ મૂળ જામનગરના ડો. વિવેક પ્રવીણચંદ્ર કક્કડ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે. તેમનો જામનગરના અતિ પોશ એવા વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં ભવ્ય બંગલો છે. જ્યાં ડો. વિવેકના માતા-પિતા રહે છે. પરંતુ કેટલાક દિવસોથી તેઓ પણ અમદાવાદ પુત્રને ત્યાં રહેવા આવ્યા હતા. તેથી વાલ્કેશ્વરીનગરીનો બંગલો બંધ પડેલો હતો. તેવામાં તસ્કરો બંધ ઘરમાં હાથફેરો (Theft in Jamnagar) કરી ગયા.

તસ્કરો દરવાજાના નકુચા તોડી ઘરમાં ઘૂસ્યા

Theft in Jamnagar1

Theft in Jamnagar1

તપાસમાં જણાયું છે કે ચોરોએ એક બે દિવસમાં જ ચોરીને અંજામ આપી. તેઓ દરવાજાના નકુચા તોડી અંદર ઘૂસ્યા હતા. જ્યાંથી રુમમાં મૂકેલા 1.31 લાખના સોના-ચાંદીના દાગીના અને 37000 રોકડ રુપિયા ઉપરાંત 251 અમેરિકન ડોલર (જેની આશરે કિંમત 1.68 લાખ રુપિયા) ઉપાડી (Theft in Jamnagar) નાસી ગયા. આ અંગે તબીબને જણા થતાં તેમણે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ પતિ સહિત સાસરીયાના ત્રાસથી 6 મહિનાની ગર્ભવતી યુવતી આપઘાત કરવા રીવરફ્રંટ પહોંચી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat