શ્રીનગર: કાશ્મીરમાં ત્રણ દાયકા પછી મનોરંજનની મોટી ભેટ મળવા જઇ રહી છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ સિન્હા ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સનું ઉદ્દઘાટન કરવાના છે. રવિવારે પણ સિન્હાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામા જિલ્લામાં થિયેટરોનું ઉદ્દઘાટન કર્યુ હતુ. INOX ચેનના આ મલ્ટિપ્લેક્સમાં ઓક્ટોબરમાં ફિલ્મનું પ્રદર્શન શરૂ થશે.
Advertisement
Advertisement
મલ્ટિપ્લેક્સ વિશે જાણો
આ મલ્ટિપ્લેક્સમાં ત્રણ સ્ક્રીન હશે, જ્યા 522 દર્શક ફિલ્મની મજા માણી શકશે. સૌથી પહેલા અહી કાશ્મીરમાં જ આશિંક રીતે શૂટ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બતાવવામાં આવશે. તે બાદ 30 સપ્ટેમ્બરે સૈફ અલી ખાન અને રિતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’નું પ્રદર્શન હશે. દિવસમાં સવારે 9 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધી ત્રણ શો ચલાવવાની યોજના છે. બાદમાં દર્શકોની સંખ્યા જોઇને તેમાં બદલાવ કરવામાં આવશે.
થિયેટરોનો ઇતિહાસ
1990ના સમયમાં પણ કેટલાક થિયેટરને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આતંકવાદને કારણે પ્રયાસ પુરી રીતે સફળ ના થઇ શક્યો. સપ્ટેમ્બર, 1999માં આતંકીઓએ લાલ ચોક પર સ્થિત રીગલ સિનેમા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. કહેવામાં આવે છે કે 80ના દાયકા સુધી પણ ઘાટીમાં એક ડઝન થિયેટર હતા પરંતુ માલિકોને મળતી ધમકીને કારણે બંધ થઇ ગયા હતા. પ્રોજેક્ટના ચેરમેન વિજય ધરે કહ્યુ કે યુવાઓને સિનેમાને લઇને તે સુવિધા મળવી જોઇએ, જે તે કાશ્મીરની બહાર મેળવે છે, તેમણે કહ્યુ, અમે જોયુ છે કે 30 વર્ષથી અહી એવી કોઇ વસ્તુ થઇ નથી, તો અમે વિચાર્યુ અમે ફરી શરૂઆત કરીએ. યુવાઓને થિયેટરમાં તે સુવિધા મળવી જોઇએ જે તેમણે જમ્મુ અથવા દેશના બીજા શહેરોમાં મળે છે.
મનોજ સિન્હાએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતા પુલવામામાં કહ્યુ, અમે જલ્દી જમ્મુ કાશ્મીરના દરેક જિલ્લામાં આવા થિયેટર બનાવીશુ, આજે હું આવા થિયેટર પુલવામા અને શોપિયાંના યુવાઓને સમર્પિત કરૂ છુ, તેમણે કહ્યુ, અનંતનાગ, શ્રીનગર, બાંદીપુરા, ગાંદેરબલ, ડોડા, રાજૌરી, પૂંછ, કિશ્તવાડ અને રિયાસીમાં જલ્દી થિયેટરનું ઉદ્દઘાટન કરવામાં આવશે.એમ પૂછવામાં આવતા કે શું સરકાર તેનાથી કોઇ મેસેજ આપવા માંગે છે, સિન્હાએ કહ્યુ, કોઇ મેસેજ નથી.
Advertisement