Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિડિયો કોલ રેકોર્ડ કરી સોશિયલ મિડીયા પર વાયરલ કરવાનું કહી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું

વિડિયો કોલ રેકોર્ડ કરી સોશિયલ મિડીયા પર વાયરલ કરવાનું કહી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું

0
135

અમદાવાદ: કૃષ્ણનગરમાં રહેતી 17 વર્ષીય સગીરા ઈન્સ્ટાગ્રામ પર એક યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં ફોન નંબરની આપ-લે કર્યા બાદ આ યુવક સગીરા સાથે વિડીયો કોલ પર વાતો કરતો હોય એક દિવસ યુવકે સગીરા સાથેનો વિડીયો કોલ રેકોર્ડ કરીને સગીરાને આ વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં અવાર નવાર વિડીયો વહેતો કરવાની ધમકી આપીને બિભત્સ માંગણી કરતો હતો. આ અંગે સગીરાના પિતાને જાણ થતા સગીરાના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રિષ્ણનગરમાં 54 વર્ષિય આધેડ પોતાના પરિવાર સાથે રહે છે. આધેડના મોટા ભાઈએ જણાવ્યું હતું કે, મારા ફોનમાં અજાણ્યા નંબર પરથી વોટસ્એપ પર મેસેજ આવ્યો હતો જેમાં બિભત્સ શબ્દો લખ્યા હતા. જેથી કોણ છો તેમ પુછતા આ શખ્સે તમારી દિકરી જુહી (નામ બદલેલ છે)ને પુછી લેજો હું કોણ છું તેમ જણાવ્યું હતું. જેથી આધેડે આ નંબર પર ફોન કર્યો ત્યારે કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. ફરી વખત ફોન કર્યો ત્યારે બિભત્સ શબ્દો બોલીને ફોન કાપી નાખ્યો હતો. આ અંગે જુહીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020 માં ઈન્સ્ટાગ્રામ પર સાહિલ રાવ નામના શખ્સની સંપર્કમાં આવ્યો હતો. બાદમાં નંબર એક્સચેન્જ કરી ફોન અને વિડિયો કોલિંગ પર વાતો કરતા હતા. જોકે સાહિલે વિડિયો કોલીંગમાં સ્ક્રીન રેકોંડીગ કરતો હતો. બાદ રેકોર્ડિંગ ભાઈને મોકલી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

સાહિલ અવાર નવાર જુહીને બ્લેકમેઇલ કરતો હતો અને જુહી વીડિયો વાયરલ ના થાય એ ડરથી કોઈને આ વાતની જાણ કરી ન હતી. આ અંગે જુહીના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સાહિલના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, સગીરા પર ત્રણ વાર અલગ અલગ જગ્યા એ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat