Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મોડાસાની યુવતિને 190 સે.મી. લાંબા વાળ સાથે ગિનીસબુકમાં સ્થાન મળ્યુ

મોડાસાની યુવતિને 190 સે.મી. લાંબા વાળ સાથે ગિનીસબુકમાં સ્થાન મળ્યુ

0
2708

મોડાસાની યુવતિએ સૌથી લાંબા વાળ રાખી વિશ્વમાં રેકોર્ડ બનાવ્યો હતો અને ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યુ હતું. ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડયો છે અને 190 સે.મી. લાંબા વાળ સાથે સતત બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

મોડાસાની એક યુવતિએ પોતાના વાળ લંબાવી ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યુ હતું. છ ફૂટ લાંબા વાળ રાખવા આસાન નથી પણ નીલાંશીએ મમ્મી કામિનીબેનની મદદથી કાળજી રાખીને છ ફૂટ લાંબા વાળ રાખવામાં સફળતા મેળવી છે. નીલાંશી પટેલે અગાઉ 2018 નવેમ્બર માસમાં 170.5 સેન્ટી મીટર સાથે લાંબા વાળ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. જેને માત્ર એક વર્ષમાં પોતાનો જ રેકોર્ડ તોડીને 2019માં 190 સેન્ટી મીટર લાંબા વાળ કરવામાં સફળ રહી છે. નીલાંશીના લાંબા વાળ જોઈને સૌ કોઈને કુતુહુલ થાય છે. નીલાંશી પોતાના લાંબા વાળ હોવાના ગર્વ સાથે જણાવે છે કે મારે લાંબા વાળના કારણે મારે મિત્રો પણ વધ્યા છે અને શાળામાં મારા મિત્રો મારી વાળની જાળવણી કરવામાં મદદ કરે છે.

VIDEO: બળાત્કારી નિત્યાનંદ પર ઓળઘોળ અમદાવાદી રશ્મી શાહે કહ્યુ, ‘I Love You..!’