Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વર્લ્ડની નંબર વન ટેસ્ટ ટીમ માટે એક વખત ફરીથી ‘શરમજનક’ શબ્દનો ઉપયોગ

વર્લ્ડની નંબર વન ટેસ્ટ ટીમ માટે એક વખત ફરીથી ‘શરમજનક’ શબ્દનો ઉપયોગ

0
437

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતને સાત વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ ઈનિંગમાં 242 રન બનાવનાર ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 124 રન જ બનાવી શકી. પ્રથમ ઈનિંગમાં 63 ઓવર બેટિંગ કરનાર ટીમ બીજી ઈનિંગમાં 46 ઓવરમાં જ સમેટાઈ ગઈ. જીત માટે 132 રનનો ટાર્ગેટ કિવીઓએ 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો. ત્રણ દિવસમાં જ ટેસ્ટ મેચ ખત્મ થઈ ગઈ. પ્રથમ ટેસ્ટ મેચ તો ટીમ ઈન્ડિયા 10 વિકેટના મોટા અંતરથી હારી ગઇ હતી. મેચમાં હાર જીત થયા કરે તે સ્વભાવિક છે પરંતુ આને ચોક્કસ રીતે નંબર-1નો ટેગ હોવાના કારણે શરમજનક હાર કહી શકાય.

પાછલા બે-અઢી વર્ષમાં ભારતીય ટીમના પ્રદર્શન ઉપર શરમજનક જેવા શબ્દનો ઉપયોગ થયો નથી. આ વાત રમતના ત્રણેય ફોર્મેટ પર લાગૂ થાય છે. વચ્ચે-વચ્ચે ક્યાંક-ક્યા હારનો સામનો કરવો પડ્યો તો પણ ક્રિકેટ ફેન્સ અને મીડિયાએ ટીકા કરી નહતી. એક દશકા પહેલા ટીમના ખરાબ પ્રદર્શન પર જે શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેવા શબ્દનો ઉપયોગ પાછલા ઘણા સમયથી મીડિયાએ ટીમ ઈન્ડિયાની કેટલીક હાર થઈ હોવા છતા વાપર્યો નથી. અહીં સુધી કે, 2019 વિશ્વકપની સેમીફાઈનલમાં માત્ર 240 રનનો ટાર્ગેટ ના મેળવી શકી હોવા છતાં ફેન્સ તે આઘાતને સહન કરી ગયા હતા. એવું નહતુ કે, ક્રિકેટ ફેન્સ પોતાના ખેલાડીઓ પર કોઈ અહેસાન કરી રહ્યાં નહતા પરંતુ સત્ય તો તે છે કે, તેઓ સમજી રહ્યાં હતા કે આ નવા જમાનાની ટીમ છે. તો અનેક ફેન્સ ટીમ ઈન્ડિયાની ટીકા કરવાની જગ્યાએ નિરાશ થઇને ક્રિકેટ જોવાને ટાળવા લાગ્યા.

ટીમ ઈન્ડિયા બદલાઈ તો ફેન્સ પણ બદલાયા

લગભગ પાછલા ત્રણ વર્ષમાં ક્રિકેટ ફેન્સ તે સમજી રહ્યાં છે કે, ટીમ વાપસી કરવી જાણે છે. આ ટીમ વિદેશી પિચો પર જીત મેળવવાનું જાણે છે. નવા ખેલાડીઓ જૂના ખેલાડીઓની જેમ શોર્ટ પિચ બોલથી ડરતા નથી. આ ખેલાડીઓ દરેક મેચમાં વચ્ચે પણ વિકેટ લેવાની લાયકાત રાખે છે. આ બધી ખાસીયતોના કારણે ટીમ ઈન્ડિયા બધા જ ફોર્મેટમાં વિશ્વ ક્રિકેટની સૌથી મજબૂત ટીમોમાં ગણાઇ રહી છે. ઠિક આવી જ સ્થિતિ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પણ પણ છે. તેઓ રન મશીન હતા, દરેક પિચ પર રન બનાવી રહ્યાં હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ફ્રન્ટથી લીડ કરતા હતા. જોકે, ઘણી વખત કડક ટીકાનો સામનો તેમને પણ કરવો પડ્યો. ક્યારેક-ક્યારેક તેમની કેપ્ટનસી ઉપર પણ પ્રશ્ન ઉઠ્યા પરંતુ ખેલાડીના રૂપમાં તેમનું પ્રદર્શન એવું હોતું હતુ કે, પ્રશ્ન કરનારાઓની પણ બોલતી બંધ થઈ જતી હતી.

જોકે, હવે 2020માં બંને પ્રતિમાઓ મૃગજલ સમાન બની ગઈ છે. ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝમાં ભારતને 3-0થી હરાવ્યું અને બંને ટેસ્ટ મેચમાં પણ મોટા અંતરથી હાર આપી. આ પ્રવાસ દરમિયાન ના તો ટીમ ઈન્ડિયા પોતાની સાખ પ્રમાણે રમી શકી ના તો ટીમના કેપ્ટન વિરાટ કોહલી.

વિરાટના ફોર્મ પર વાત કરવી જરૂરી

આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીને જે કદ મેળવ્યો હતો, તે પછી તેના વિશે કોઈ આલોચનાત્મક થતુ નહતું. પરંતુ હવે વિરાટ કોહલીની ફોર્મ પર વાત કરવી પડશે. તેઓ પોતાના કરિયરના ત્રીજા સૌથી ખરાબ ફોર્મમાંથી પ્રસાર થઈ રહ્યાં છે. પાછલી 22 આંતરાષ્ટ્રીય ઈનિંગમાં તેમને એકપણ સદી ફટકારી નથી. આનાથી પહેલા આવી સ્થિતિ 2011 અને 2014માં આવી હતી. 2011માં તેઓ 24 ઈનિંગ સુધી અને 2014માં 25 ઈનિંગ સુધી શતક બનાવી શક્યા નહતા. પરંતુ 2011, 2014 અને 2020માં ખુબ જ મોટો ફરક છે. 2011માં વિરાટ કોહલી ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશમાં લાગ્યા હતા. 2014માં તેઓ ટીમમાં પોતાની જગ્યા પાકી કરી ચૂક્યા હતા પરંતુ તેમના પર કેપ્ટનસીની જવાબદારી નહતી. 2020માં પરિસ્થિતિ એકદમ અલગ છે. હવે ટીમ ઈન્ડિયાની બેટિંગ વિરાટ કોહલી સાથે જોડાયેલી છે. નવી ઓપર જોડીની નિષ્ફળતા પછી કોહલીની બેટિંગ લડખડાવવા લાગી તો ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન જમીન દોસ્ત થઈ ગઈ.

વિરાટ કોહલીએ દુનિયાના દરેક દેશમાં રન બનાવ્યા છે. દરેક મેદાન પર રન બનાવ્યા છે. મોટામાં મોટો બોલર વિરૂદ્ધ રન બનાવ્યા છે. પરંતુ ન્યૂઝીલેન્ડના બોલર ટ્રેંટ બોલ્ટને કહેવાની તક મળી ગઈ કે વિરાટ કોહલીને હેરાનીમાં જોઈને સારૂ લાગે છે. નિષ્ફળતા ભારતના બીજા બેટ્સમેનોની પણ છે પરંતુ વિરાટ કેપ્ટન છે.

કેપ્ટનના રૂપમાં વિરાટની ક્ષમતા અને તેમના બધા જ રેકોર્ડને જાણ્યા પછી પણ ટીમ સહિત વિરાટના ખરાબ પ્રદર્શનને નજર અંદાજ કરી શકાય નહીં. તે ભૂલવું જોઈએ નહીં કે, આ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા સુધી વિરાટ કોહલી દુનિયાનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન હતો. તે એક એવી ટીમની કમાન સંભાળી રહ્યાં છે જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ શરૂ થયા પછીથી અત્યાર સુધી અપરાજય હતી. પરંતુ ન્યૂઝીલેન્ડના પ્રવાસે આ સાખને જમીન દોસ્ત કરી દીધી છે. પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળતા પછી વિરાટ કોહલી આઈસીસી રેન્કિંગમાં બીજા નંબર પર આવી ગયા હતા. તેમની ટીમનું મિશન 120 બધી જ રીતે નિષ્ફળ થઈ ગયું. સિરીઝ શરૂ થયાથી પહેલા વિરાટ કોહલીએ પોતે જ કહ્યું હતુ કે, બધી જ મુશ્કેલીઓ પછી પણ તેમની ટીમની નજર તે વાત પર છે કે, વિશ્વ ચેમ્પિયનશીપના 120 પોઈન્ટ આ સિરીઝથી ભેગા કરવામાં આવે. જે થઇ શક્યું નહીં.

RTIના જવાબમાં PMOએ કહ્યુ- PMને નાગરિકતા પ્રમાણપત્રની જરૂર નથી