Gujarat Exclusive > દેશ-વિદેશ > મહિલા આયોગને 2021માં 31000 ફરિયાદો મળી, 50% યુપીની

મહિલા આયોગને 2021માં 31000 ફરિયાદો મળી, 50% યુપીની

0
7

મહિલાઓ સામેના અપરાધોમાં 2020ની સરખામણીએ 2021માં 30 ટકાનો વધારો થયો છે તેવુ રાષ્ટ્રીય મહિલા આયોગનુ કહેવુ છે. મહિલા આયોગને 2021ના વર્ષમાં 31000 ફરિયાદો મળી હતી .જે 2014 પછી સૌથી વધારે છે.આ પૈકીના અડધા કેસ યુપીના છે.

મહિલા આયોગના આંકડા પ્રમાણે 31000 જેટલી ફરિયાદોમાંથી 11000 જેટલી ફરિયાદો મહિલાઓના સન્માન સાથે જીવવાના અધિકાર સાથે જોડાયેલી હતી.એ પછી 6600 જેટલી ફરિયાદો ઘરેલુ હિંસાને લગતી મળી હતી.4500 જેટલી ફરિયાદો દહેજના કારણે મહિલાઓને અપાઈ રહેલા ત્રાસને લગતી હતી.જ્યારે મહિલાઓની છેડછાડની 1819, રેપ અને રેપના પ્રયાસની 1675 તેમજ મહિલાઓ પ્રત્યે પોલીસની ઉપેક્ષાની 1537 ફરિયાદો આયોગને મળી હતી.

આયોગના પ્રમુખ રેખા શર્માનુ કહેવુ છે કે, મહિલા આયોગને વધારે ફરિયાદો મળી રહી છે તેનુ એક કારણ એ પણ છે કે, મહિલા આયોગ અંગે મહિલાઓને અમે વધારે જાગૃત કરી રહ્યા છે.તેમની ફરિયાદો નોંધવા માટે અમે 24 કલાક કાર્યરત હેલ્પ લાઈન પણ શરુ કરી છે. આયોગને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન દર મહિને 3100થી વધારે ફરિયાદો મળી હતી.

ક્યાં રાજ્યમાંથી કેટલી ફરિયાદો મળી

યુપી 15828

દિલ્હી 3366

મહારાષ્ટ્ર 1504

હરિયાણા 1460

બિહાર 1456

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat