Gujarat Exclusive > દેશ-વિદેશ > આખા શહેરને બંધક બનાવી રાખ્યુ છે, હવે અંદર ઘુસવા માંગો છો; ખેડૂતો પર સુપ્રીમ કોર્ટ

આખા શહેરને બંધક બનાવી રાખ્યુ છે, હવે અંદર ઘુસવા માંગો છો; ખેડૂતો પર સુપ્રીમ કોર્ટ

0
73

નવી દિલ્હી: ખેડૂત આંદોલનને કારણે હાઇવે જામ થવા અને રેલ વ્યવહાર પ્રભાવિત થવાને લઇને ફરી એક વખત સુપ્રીમ કોર્ટે પ્રહાર કર્યા છે. કિસાન મહાપંચાયત નામના સંગઠન તરફથી દાખલ અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યુ કે આંદોલનકારી ખેડૂતોએ આખા શહેરને બંધક બનાવી રાખ્યુ છે અને હવે અંદર ઘુસવા માંગે છે. ખેડૂત આંદોલનકારી દિલ્હીના ગાજીપુર, સિંધુ બોર્ડર અને ટિકરી બોર્ડર પર બેઠેલા છે, જેને કારણે ટ્રાફિક પ્રભાવિત છે અને લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક વખત સુપ્રીમ કોર્ટ તેને ખાલી કરાવવા માટે ઉપાય શોધવાના આદેશ સરકારને આપી ચુકી છે.

કિસાન મહાપંચાયત તરફથી કોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તેમણે જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી આપવામાં આવે. જેની પર કોર્ટે કહ્યુ કે તમારે એક એફિડેવિટ દાખલ કરીને જણાવવુ પડશે કે તમે લોકો તે ખેડૂત આંદોલનનો ભાગ નથી, જેમણે રાષ્ટ્રીય રાજમાર્ગોને બંધ કરી રાખ્યા છે. કોર્ટે કિસાન મહાપંચાયતને સોમવાર સુધી સોગંદનામુ દાખલ કરવા કહ્યુ છે. આ સાથે જ કોર્ટે કહ્યુ કે આંદોલનકારીઓ દિલ્હી-એનસીઆરમાં નેશનલ હાઇવેને રોકી રાખ્યા છે. કોર્ટે કહ્યુ કે કિસાન આંદોલનકારી ટ્રાફિકને રોકી રહ્યા છે. ટ્રેન ચાલવા નથી દેતા અને હાઇવે જામ કરેલા છે.

ખેડૂત આંદોલનકારીઓને કોર્ટ પર વિશ્વાસ રાખવાનું કહેતા સુપ્રીમ કોર્ટે કહ્યુ, ‘તમે ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ એક વખત જ્યારે કોર્ટ પહોચી ગયા તો પછી ન્યાયિક વ્યવસ્થા પર વિશ્વાસ રાખવો જોઇએ અને નિર્ણય આવવા સુધી રાહ જોવી જોઇએ.’ કોર્ટે કહ્યુ કે તમારા આંદોલનને કારણે લોકોને ક્યાય પણ રોકટોક આવવા જવાનો મૂળ અધિકાર પ્રભાવિત થઇ રહ્યો છે. કોર્ટે કહ્યુ કે નાગરિકો પાસે આઝાદીથી અને કોઇ ડર વગર ફરવાનો સમાન અધિકાર છે, તેમની સંપત્તિઓને નુકસાન પહોચાડવામાં આવી રહ્યુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat