Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વિરૂદ્ધની લડાઈમાં મદદ માટે WHOએ ભારતને કહ્યું- થેંક્સ

કોરોના વિરૂદ્ધની લડાઈમાં મદદ માટે WHOએ ભારતને કહ્યું- થેંક્સ

0
43

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધની લડાઈમાં સતત મદદ માટે ભારતનો આભાર માન્યો છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયેસસે એક ટ્વિટ કરીને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ કહ્યું છે. ભારત સાઉથ એશિયન પડોશી દેશોને કોરોના વેક્સિન મોકલી રહ્યાં છે.

WHOના ડાયરેક્ટર જનરલ ઘેબ્રેયસસે પોતાના ટ્વિટમાં લખ્યું, “ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગ્લોબલલ COVID-19 રિસ્પોન્સને સતત મદદ કરવા માટે ધન્યવાદ. જાણકારી વહેંચવા, સાથે કામ કરવાથી જ આપણે વાયરસને રોકી શકીશું અને જીવન બચાવી બચાવી શકશે.”

WHO પ્રમુખનું ટ્વિટ બ્રાઝીલિયન રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના તે ટ્વિટ પછી આવ્યો, જેમાં તેમને ભારતને કોરોના વેક્સિન મોકલવા માટે આભાર માન્યો હતો.

બોલ્સોનારોએ પોતાના ટ્વિટમાં લખ્યું, “નમસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એક વૈશ્વિક મુશ્કેલીને પહોંચીવળવા માટે એક મહાન સાથી હોવાથી બ્રાઝીવ ગર્વ અનુભવે છે. ભારતથી બ્રાઝીલને વેક્સિન મોકલીને મદદ કરવા માટે ધન્યવાદ”