Gujarat Exclusive > રાજનીતિ > જમ્મુ કાશ્મીરમાંથી જે રીતે કલમ 370 હટાવવામાં આવી તે ગેરબંધારણીય છે- પ્રિયંકા ગાંધી

જમ્મુ કાશ્મીરમાંથી જે રીતે કલમ 370 હટાવવામાં આવી તે ગેરબંધારણીય છે- પ્રિયંકા ગાંધી

0
561

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘જે રીતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે તે પૂર્ણ રીતે ગેરબંધારણીય છે.’ સાથે લોકતાંત્રિક સિદ્ધાંતોની વિરૂદ્ધ જણાવતા તેમણે કહ્યું કે, આ જે કાંઇ પણ કરવા નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તે મામલે નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી’

એક રિપોર્ટ અનુસાર મંગળવારે પ્રિયંકા ગાંધીએ આ નિવેદન ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહી હતી. કોંગ્રેસ મહાસચિવ ગત મહિને થયેલા હત્યાકાન્ડના પીડિત પરિવારો સાથે મુલાકાત માટે સોનભદ્રના ઉમ્ભા ગામે પહોંચ્યા હતા.

ગત અઠવાડિયે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને ખતમ કરવા અને આ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવા માટે બિલ રજૂ કર્યું હતું ત્યારબાદ સોમવારે રાજ્યસભા અને બીજા દિવસે લોકસભાએ પણ તે બિલ પાસ કરી દીધુ હતું. ત્યારે પ્રિયંકા ગાંધીના ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સરકારના નિર્ણયને ‘ગેરબંધારણીય’ ગણાવ્યો હતો. જોકે, આ સમય દરમિયાન કોંગ્રેસ સરકાર આ નિર્ણયને લઈને બે ભાગમાં વહેચાઇ ગઇ હતી. ભુવનેશ્વર કાલિતા (હવે ભાજપમાં જોડાયેલા છે), જ્યોતિરાદિત્ય સિંધિયા અને કર્ણ સિંહ જેવા કોંગ્રેસ નેતાઓએ કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું છે.

જયપુરમાં સાંપ્રદાયિક અથડામણ બાદ ઇન્ટરનેટ બંધ, પાંચ લોકોની અટકાયત