વડગામ તાલુકાના પાવઠી ગામ ના દરબાર સમાજના યુવાન ફોજી માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદો ના રખોપા કરતા 19 વર્ષની સેવા આપી નિવૃત થયેલ જવાન દરબાર શ્રી વિરભદ્રસિંહજી બળવંતસિહજી મુમનવાસ ગામે પહોંચતા પાવઠી ધોરી મોતીપુરા અને અંધારિયાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. નિવૃત્ત આર્મી જવાન માદરે વતન પાવઠી ગામે આવી પહોંચતા જ તેમનું મુમનવાસ ધોરી અને પાવઠી ત્રણેય ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
નિવૃત્ત આર્મી જવાન દરબાર શ્રી વિરભદ્રસિંહ જી બળવંત સિંહ ના સ્વાગત સમારોહમાં મુમનવાસ ખાતે હિન્દુ સમાજના પ્રમુખશ્રી પી. કે પ્રજાપતિ મંત્રી શ્રી હિતેશભાઈ પ્રજાપતિ ભરતભાઈ લીમ્બાચીયા અને વલીભાઈ તથા સમાજસેવક આસિફ મનસુરી (પિન્ટુભાઈ)દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધોરી ગામના સરપંચ શ્રી બાબુસિહ તથા ખેમસિંહ તથા મોતીસિંહ આર્મી જવાન દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું
તેમજ પાવઠી ગામ એ દરબાર શ્રી દેવીસિંહજી તથા લાલભા મહારાજ તથા સંજયસિંહ તથા મદનસિંહ તથા ભુપેન્દ્રસિંહ તથા ધનભા તથા નારણસિંહ તથા જગતસિંહ તથા ઉદેસિંહ તથા ભીખાભાઈ તથા મોગજીભાઈ તથા બાબુભાઈ તથા મનુભાઈ સમગ્ર ગ્રામજનોએ તલવાર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગ માં સમગ્ર ગામ હિલોળે ચડયું હતું ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો
નિવૃત્ત આર્મી જવાન દરબાર શ્રી વિરભદ્રસિંહ એ સ્વાગત સન્માનનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે દેશ સેવા માં જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું તમામ માર્ગદર્શન આપીશ અને દેશ સેવા માં જોડાયા આહવાન કરું છું મુમનવાસ ધોરી અને પાવઠી ના ગ્રામજનોએ સ્વાગત કર્યું એમનો આભાર વ્યક્ત કર્યો હતો,