અમદાવાદ: લોકડાઉનમાં લવ જેહાદનો ભોગ બનેલી સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની યુવતી 65 દિવસે પોલીસને હરિયાણાના બલઈ ગામેથી મળી આવતા ત્રણ દિવસ પહેલા યુવતીને લઈ પોલીસ તેના ઘરે પહોંચી હતી. જો કે આરોપી હજુ પકડાયો નથી. પોલીસ તપાસમાં યુવતીને લગ્નની લાલચ આપી આરોપી બાઈક પર ભગાડી ગયો હતો. 800 કિલોમીટર દૂર હરિયાણાના બલઈ ગામે આરોપી સતત 24 કલાક સુધી બાઈક ચલાવી યુવતી સાથે પહોંચ્યો હતો. લગ્નની લાલચ આપી આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું પણ લગ્ન કર્યા નહોતા.પોલીસે આ ગુનામાં દુષ્કર્મની કલમ આઈપીસી 376નો ઉમેરો કર્યો છે.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ હરિયાણાના બલઇ ગામના વતની શાકી અબ્દુલ રઝાક સિદ્ધપુરના કાકોશી ગામે જેસીબી ડ્રાઈવર તરીકે નોકરી પર છ માસ પહેલા જોડાયો હતો. આ દરમિયાન શાકીએ જેસીબી માલીકની 21 વર્ષીય ભત્રીજી કાવ્યા (નામ બદલ્યું છે)ને લગ્નની લાલચ આપી હતી. આ રીતે લગ્નની લાલચમાં ટીઆરબીમાં ફરજ બજાવતી કાવ્યા શાકીના પ્રેમમાં પડી હતી. દરમિયાનમાં ચાલુ લોકડાઉનના ચોથા દિવસે શાકી તેના માલીકનું બાઈક અને ભત્રીજી કાવ્યાને લઈ ફરાર થઈ ગયો હતો. 65 દિવસે પોલીસને કાવ્યા અને બાઈક હરિયાણાના બલઈ ગામેથી મળી આવ્યા પણ આરોપી શાકી ફરાર થઈ ગયો હતો.
પાટણ એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, યુવતીની મેડિકલ તપાસ અને નિવેદનમાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યાનું ખુલ્યું છે.જેના આધારે અપહરણના આ ગુનામાં IPC 376ની કલમ ઉમેરવામાં આવી છે.
આ કેસના તપાસનીશ અધિકારી પાટણ સર્કલ પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું કે,આરોપી યુવતીને લગ્નની લાલચ આપી લઈ ગયો અને મરજી વિરુદ્ધ શારિરીક સબંધ બાંધ્યા હતા. પણ યુવતી સાથ લગ્ન કર્યા નહીં. યુવતીને સમજી ગઈ પણ અજાણ્યા પ્રદેશમાં કઈ બોલી શકે તેમ ન હતી. આવું યુવતીએ નિવેદનમાં લખાવ્યું છે.
કાકોશી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.ડી.પરમારે જણાવ્યું હતું કે, યુવતીની જાણકારી મળતા અમે સરકારી વાહન લઈ પહોંચ્યા હતા. યુવતી અને ચોરીનું બાઈક મળી ગયા પણ આરોપી શાકી અબ્દુલ રઝાક ફરાર થઈ ગયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિરોધને પગલે પ્રવાસીઓનું “અતિથિ દેવો ભવ” રૂપે સ્વાગત થશે?