Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે દુષ્કર્મ કર્યુ, ભાંડો ના ફૂટે માટે લગ્નનું વચન આપી તરક્ટ રચ્યું

વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે દુષ્કર્મ કર્યુ, ભાંડો ના ફૂટે માટે લગ્નનું વચન આપી તરક્ટ રચ્યું

0
143
  • શિક્ષકે લગ્ન કરવાનો ઇન્કાર કરતા ફરિયાદ દાખલ

  • 6 વર્ષ સુધી વિદ્યાર્થીનીનો વારંવાર શારીરિક ઉપયોગ કર્યો

  • માતા પિતા સાથે વાત કરી તેમની દીકરીનું ઈંગ્લીશ ગ્રામરનું ટ્યૂશન રાખ્યું

અમદાવાદ: ઈંગ્લીશ ગ્રામરનું કોચિંગ લેવા આવતી 16 વર્ષની વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે બળજબરીથી રેપ કર્યા બાદ પોતાનો ભાંડો ના ફૂટે તે માટે સગીર કિશોરી સાથે લગ્ન કરવાની વાત કરી મામલો થાળે પાડી દીધો હતો.

છ મહિના પહેલા આરોપી ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું તરકટ પણ રચ્યું હતું.

આ રીતે 6 વર્ષ સુધી વિદ્યાર્થીનીનો વારંવાર શારીરિક ઉપયોગ કરી યુવાન શિક્ષકે યુવાવસ્થામાં પ્રવેશેલી યુવતી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

ઓઢવ વિસ્તારમાં રહેતી કિન્નરી (નામ બદલ્યું છે)ના ભાઈને શાળાનું ફોર્મ ઇંગ્લીશમાં ભરવાનું હોવાથી પડોશમાં રહેતાં યુવાન શિક્ષકની મદદ લીધી હતી.

બાદમાં આરોપી શિક્ષક ઓસોએ કિન્નરીના માતા પિતા સાથે વાત કરી તેમની દીકરીનું ઈંગ્લીશ ગ્રામરનું ટ્યૂશન રાખ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદની 50 ટકા કોવિડ હોસ્પિટલો ફાયર સેફ્ટી વિનાની હોવાનો ઘટસ્ફોટ

કિન્નરી આરોપીના ત્યાં ટ્યુશનમાં જતી તો ઓસો ક્યારેક કિન્નરીના ઘરે કલાસ લેવા જતો હતો.

કિન્નરી સાથે આરોપી શિક્ષકે ટ્યૂશન કલાસ દરમિયાન બળજબરી કરી રેપ કર્યો અને તેના ફોટા પાડી લીધા હતા.

આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપી ઓસો અવારનવાર કિન્નરી સાથે દુષ્કર્મ કરતો હતો.

ભાંડો ફૂટશે તેમ લાગતા ઓસોએ કિન્નરીને લગ્ન કરવાનું વચન આપ્યું અને મામલો થાળે પાડ્યો હતો.

આ રીતે કિન્નરી 22 વર્ષની થઈ તે 6 વર્ષ સુધી ઑસોએ કિન્નરી સાથે પોતાની હવસ સંતોષી હતી.

કિન્નરીને ઓસો જુદા જુદા બહાના હેઠળ અલગ અલગ સ્થળોએ ફરવા પણ લઈ જતો હતો.

યુવતીએ ઓસોને લગ્નની વાત યાદ કરાવતા શિક્ષક ઓસોએ યુવતી સાથે છ મહિના પહેલા લગ્નનું નાટક કર્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની તોડપાણી: વિડીયો સો.મીડિયામાં વાયરલ

મિત્રની ઓફીસમાં કિન્નરીને લઈ જઈ ઓસોએ મહારાજ બોલાવી હારતોરા કરી ફોટા પડાવ્યા હતા. જો કે ફોટો કે વીડિયો કિન્નરીને આપ્યા ન હતા.

થોડા સમય પહેલા પોતાની સાથે લગ્ન કરનાર ઓસોના બીજી યુવતી સાથે લગ્ન નક્કી થયાની જાણ કિન્નરીને થઈ હતી.

આથી કિન્નરીએ ઓસોના ઘરે જઈ પોતાના લગ્ન અંગે વાત કરી હતી.

ઓસોએ કિન્નરી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ઓઢવ પોલીસે કિન્નરીની ફરિયાદને પગલે તક્ષશિલા ઈકોગ્રીનમાં રહેતાં ઓસો સુધીર મિશ્રા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.