Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતની જગ્યાએ UAEમાં થઈ શકે છે T20 વર્લ્ડકપનું આયોજન

ભારતની જગ્યાએ UAEમાં થઈ શકે છે T20 વર્લ્ડકપનું આયોજન

0
25

ભારતમાં કોરોનાનો પ્રકોપ રોકાવવાનું નામ લઈ રહ્યું નથી. પ્રતિદિવિસ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. જેના કારણે ભારરતમા ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી અનેક વિદેશી ખેલાડી પોતાના નામ પરત લઈ ચૂક્યા છે. હવે આની અસર આ વર્ષે ઓક્ટોબરમાં આયોજિત થનાર ટી-20 વર્લ્ડકપ પર જોવા મળી રહી છે.

કોરોનાના સંક્રમણને જોતા ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) વર્લ્ડકપનું આયોજન સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કરી શકે છે. આ વાતની જાણકારી BCCIના એક અધિકારીએ આપી છે. બીસીસીઆઈના જીએમ અને વિશ્વ કપ ટૂર્નામેન્ટના નિર્દેશક ધીરજ મલ્હોત્રાએ કહ્યું, “તેવું કહેવું ઉતાવળ ગણાશે પરંતુ આકસ્મિક યોજના તે છે કે, આને યૂએઈમાં આયોજિત કરવામાં આવી શકે છે. પરંતુ તેના આયોજનનો અધિકાર બીસીસીઆઈ પાસે જ રહેશે”

ધીરજ મલ્હોત્રાએ કહ્યું, મને હાલમાં જ ટૂર્નામેન્ટના ડાયરેક્ટર્સના પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે અને હું ટી-20 વર્લ્ડકપનું આયોજન ભારતમાં સંભવ થાય તેવી તે બધી જ કોશિશ કરી રહ્યો છું. જણાવી દઈએ કે, ધીરજ મલ્હોત્રા બીસીસીઆઈમાં ગેમ ડેવલપમેન્ટના મહાસચિવ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat