નવી દિલ્હી: વર્ષ 2016માં કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી અને 500 અને 1000 રૂપિયાની કરન્સી નોટને રદ કરી નાખી હતી. કેન્દ્રના આ નિર્ણયને પડકાર આપવામાં આવ્યો છે. આ કેસમાં દાખલ અરજીઓ પર 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.
Advertisement
Advertisement
પાંચ જજની બેંચ
આ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે મંગળવારે બેંચની રચના કરી હતી જેમાં પાંચ જજ- જસ્ટિસ એસ અબ્દુલ નજીર, જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી.રામાસુબ્રમણ્યન અને જસ્ટિસ બીવી નાગરત્નાને સામેલ કરવામાં આવ્યા છે. નોટબંધી સિવાય આ બેંચ વધુ ચાર કેસની સુનાવણી કરશે.
58 અરજીઓ પર થશે સુનાવણી
મહત્વપૂર્ણ છે કે કેન્દ્રના નોટબંધીના નિર્ણયને પડકાર આપતા 58 અરજીઓ પ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરથી સુપ્રીમ કોર્ટની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થઇ ગયુ છે. આ કેસની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ યૂ ટ્યુબ દ્વારા જોઇ શકાય છે. આ સ્ટ્રીમિંગને ના તો રેકોર્ડ કરી શકો છો અને ના તો કોઇની સાથે શેર કરી શકો છો. આ કેસની સુનાવણી કરનારી બેંચે કહ્યુ કે પહેલા આ તપાસ કરવામાં આવશે કે આ કેસ હવે એકેડમિક તો નથી બની ગયો.
8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટ થઇ હતી બંધ
2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકારે 500 અને 1 હજાર રૂપિયાની કરન્સી નોટને બંધ કરી દીધી હતી. તે બાદ સૌથ પ્રથમ અરજી વિવેક નારાયણ શર્માએ દાખલ કરી હતી જે બાદ આ કેસમાં વધુ 57 અરજી દાખલ કરવામાં આવી હતી. હવે આ અરજીઓ પર એક સાથે સુનાવણી થશે. 8 નવેમ્બર, 2016માં રાતના 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દેશમાં 500 રૂપિયા તથા 1 હજાર રૂપિયાની કરન્સી નોટ રદ કરવામાં આવશે.
Advertisement