Gujarat Exclusive > ગુજરાત > રાજકોટ હોસ્પિટલમાં આગની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, કહ્યુ- આ અત્યંત આઘાતજનક ઘટના

રાજકોટ હોસ્પિટલમાં આગની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, કહ્યુ- આ અત્યંત આઘાતજનક ઘટના

0
75

નવી દિલ્હી: રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દીના મોત થયા હતા. આ બનાવની નોંધ સુપ્રીમ કોર્ટે લીધી છે. સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે અને કહ્યુ કે, આ અત્યંત આઘાતજનક ઘટના છે, જવાબદાર સામે કાર્યવાહી થવી જોઇએ. Supreme Court

સુપ્રીમ કોર્ટે રાજકોટ અગ્નિકાંડની લીધી નોંધ Supreme Court

રાજકોટ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં 5 કોરોના દર્દીઓના મોત થતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, રાજકોટ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં 5 કોવિડ-19 દર્દીઓના મોત આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટે દુખ વ્યક્ત કરતા કહ્યુ કે આ ઘટનાની તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પુરતૂ મર્યાદિત ના હોવુ જોઇએ. ગુજરાત સરકારે તેનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઇએ.

આ પણ વાંચો: રાજકોટના મેયરની નફ્ફટાઇ, હોસ્પિટલમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છતા ઘટના કુદરતી લાગી

ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, સમય સમયે માર્દદર્શિકા અને અહેવાલો હોવા છતા રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતા નથી અને વિદ્યુત લાઇનોનું નીરિક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે. Supreme Court

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9